GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં વધુ એક આગની ઘટના, ગાંધીનગરના સચિવાલય ખાતેની પોલીસ ચોકીમાં આગ, કારણ હજુ અકબંધ

Last Updated on March 24, 2021 by

ગુજરાતમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં આજે વધુ એક આગની ઘટના સામે આવી છે. ગાંધીનગરના સચિવાલયના ગેટ નં.6 પાસે આવેલી પોલીસ ચોકીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જો કે આગ તુરંત કાબુમાં લઇ લેવાઇ છે. પરંતુ આ આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જ વધુ એક જગ્યાએ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. શ્રીજી અગરબત્તી કંપનીમાં અચાનક રહસ્યમય સંજોગોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો. ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

(વડોદરાની અગરબત્તી બનાવતી કંપનીમાં લાગી હતી ભીષણ આગ)

આગ લાગ્યા બાદ કોઇ જાનહાનિ ન થાય તે માટે આસપાસના શેડના વીજ કનેકશન પણ બંધ કરવામા આવ્યાં હતાં. અગરબત્તી બનાવતી આ કંપની બે માળની છે જેમાં પહેલા માળે આગ લાગી હતી અને અગરબત્તી બનાવવા નો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો આ જથ્થો જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ કાબૂમાં લેવાની મુશ્કેલી પડી હતી.

(રિલીફ રોડ પરના AC ના શો રૂમમાં લાગી હતી ભીષણ આગ)

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત એવા રિલીફ રોડ પર એક કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ભંયકર આગ લાગી હતી. અંદાજીત 17થી વધુ ફાયર ફાયટરની ગાડીઓ ત્યાં પહોંચીને આગને કાબુમાં લીધી હતી. જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33