GSTV
Gujarat Government Advertisement

કાર્યવાહી/ અમદાવાદમાં AMCની તવાઇ, મિલકતવેરો નહીં ભરનાર કુલ 190 પ્રોપર્ટી કરાઇ સીલ

Last Updated on March 3, 2021 by

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી મિલકત વેરાદારો પર તવાઇ બોલાવી છે. ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા કુલ 49 મિલકતો સીલ કરવામાં આવી છે. આ મિલકતોમાં બોડકદેવમાં આવેલ લા ફીએસ્ટા, શ્રી ક્રિષ્ના પેલેસ હોટલ તેમજ મીલેનિયમ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. તો ડ્રાઇવ ઇન સિનેમા પાસે આવેલા સીગ્મા 2, ગેલેક્ષી બજાર તેમજ યશ કોમ્પ્લેક્ષની 12 મિલકત સીલ કરવામાં આવી છે.

બીજી બાજુ શહેરના હેલ્મેટ સર્કલ નજીક આવેલા રુદ્ર આર્કેડની 17, ગુરૂકુલ રોડ પરના ઓફસફોર્ડ ટાવર અને શાંતમ કોમ્પ્લેક્ષની 9 મિલકતો સીલ કરવામાં આવી છે. સાથો સાથ એસ.જી. હાઇવે પરના ગુરૂદ્વારા પાસે આવેલ સુમેલ 2, પટેલ એવન્યુ, રુદ્ર એનેક્ષીની 11 મિલકતોનો સીલ મારવામાં આવ્યું હતું. પશ્ચિમ ઝોનમાં 141 મિલકતોને સીલ મારવામાં આવી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33