Last Updated on February 26, 2021 by
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી વ્યાપક મુકિત હવે ભારે પડી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. શહેરના પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ સહિતના તમામ ઝોનમાં ચાલતા રાત્રી ખાણી-પીણી બજારોમાં સઘન તપાસ શરૂ કરવા કોર્પોરેશનના હેલ્થ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને સુચના આપવામાં આવી છે. શહેરમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૭૧ પોઝિટિવ કેસ ઉપરાંત એક દર્દીનું કોરોનાની સારવાર સમયે મોત થયુ છે..અમદાવાદમાં વધતા કોરોના કેસને લઈને ગુરુવારે વધુ પાંચ સ્થળોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા છે. આ સાથે જ શહેરમાં કુલ 16 સ્થળો માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ જાહેર થયા છે..એટલું જ નહી કોરોના પણ વધ્યો છે.
શહેરમાં કુલ 16 સ્થળો માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ જાહેર થયા
છેલ્લા કેટલાક દિવસોથી શહેરના નદીપારના વિસ્તારોમાં સતત કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર એકાએક સફાળુ જાગ્યુ છે.શહેરના પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ સહિતના તમામ ઝોનમાં ચાલતા રાત્રી ખાણી-પીણી બજારોમાં સઘન તપાસ શરૂ કરવા મ્યુનિ.ના હેલ્થ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને સુચના આપવામાં આવી છે.
ગુરૂવારે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ૭૧ પોઝિટિવ કેસ
આ અંગે મળતી માહીતી મુજબ, ગુરૂવારે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ૭૧ પોઝિટિવ કેસ નોંધાવા પામતા અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ ૫૮૪૨૩ કોરોનાના કેસ નોંધાઈ ગયા છે.ગત માર્ચથી અત્યારસુધીના સમયમાં કોરોનાની સારવાર બાદ કુલ ૫૫૯૨૪ લોકોએ ડિસ્ચાર્જ મેળવ્યો છે.આજના એક મોત સાથે શહેરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થવાના કારણે ૨૨૫૫ લોકોના મોત થયા છે.
દરમ્યાન અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના નવા કેસને કારણે ગુરૂવારે વધુ પાંચ સ્થળને કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.નવા માઈક્રોકન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવેલા સ્થળોમાં જોધપુર વોર્ડના રત્નદીપ એપાર્ટમેન્ટના ચોથા માળના ચાર મકાનમાં રહેતા ૧૨ લોકો,શ્રેયસ ટેકરા પાસે આવેલા કેશવબાગ એપાર્ટમેન્ટના બે મકાનમાં રહેતા આઠ લોકો,ઓશિયાન કોલોની,પ્રગતિનગરના ચાર મકાનમાં રહેતા ૧૬ લોકો,થલતેજ વોર્ડમાં આવેલી મણિચંદ્ર સોસાયટીના ચાર મકાનમાં રહેતા ૧૮ લોકો અને સફલ વિવાન ફેઝ-ટુ,એસ.જી.હાઈવે પાસે,ગોતાના પાંચ મકાનમાં રહેતા ૨૫ લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવતા શહેરમાં માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળની સંખ્યા વધીને ૧૬ ઉપર પહોંચી છે.દરમ્યાન શહેરમાં કોરોના સંક્રમણથી ચિંતાજનક બનતી જઈ રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આજે ગુરૂવાર રાતથી શહેરના નદીપારના વિસ્તારો સહિતના તમામ વિસ્તારોમાં ચાલતા રાત્રી ખાણી-પીણી બજારો ઉપર ફરી એક વખત મ્યુનિ.તંત્ર દ્વારા કાર્યવાહી આરંભી દેવાઈ છે.
એસ.વી.પી. હોસ્પિટલનો કોરોના વોર્ડ પેશન્ટોથી ભરાઈ ગયો
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના કેસોના પરીણામે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોના પેશન્ટોની સારવાર માટે રાખવામાં આવેલો કોરોના વોર્ડ ફરી એક વખત કોરોના પેશન્ટોથી ભરાઈ ગયો હોવાનું જાણવા મળે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31