Last Updated on April 5, 2021 by
અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2021-22 માટેનું કુલ 8 હજાર 51 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે 7 હજાર 475 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું . જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ 576 કરોડનો જંગી વધારો કરી કુલ 8 હજાર 51 કરોડનું બજેટ મંજૂર કર્યું.. જે અંતર્ગત રેવન્યુ ખર્ચ 318 કરોડ તેમજ વિકાસ કાર્યો માટે 258 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. કોરોનાની મહામારી વચ્ચે રજૂ થયેલા બજેટમાં શહેરીજનો પર કોઇ પણ પ્રકારનો વધારાનો કરબોજ લાદવામાં આવ્યો નથી.
અમદાવાદનું અંદાજ પત્ર
- વર્ષ 2021-22નું કુલ 8,051 કરોડ રૂપિયાનું બજેટ
- કમિશ્નરે રજુ કરેલા બજેટમાં 576 કરોડનો વધારો
- રેવન્યુ ખર્ચ માટે રૂ 318 કરોડ અને વિકાસ કાર્યો મટા રૂ 258 કરોડની જોગવાઈ
- મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ અને કરવેરામાં કોઈ વધારો નહીં
વર્ષ 2021-22નું કુલ 8,051 કરોડ રૂપિયાનું બજેટ
- 40 ચોમી સુધીના રહેણાંકની મિલકતોમાં 100 ટકા ટેક્સની માફી
- ટેક્સ માફીને કારણે અંદાજે 6.49 લાખ મિલકતધારકોને થશે લાભ
- ટુ-વ્હીલર ઈલેક્ટ્રિક વાહનોને વેરમાં 70 ટકા રિબેટ
વિકાસ માટે જોગવાઈ
શહેરમાં 10 આધુનિક પાર્ટી પ્લોટ બનાવવા માટે 11 કરોડ
મનપા સંચાલિત હોલને એસી બનાવવા માટે 12 કરોડ
ફાયર સ્ટેશન અને ફાયર ચોકીમાં વધારો કરવાંાં 15 કરોડ
ઝાયડસ હોસ્પિટલ રોડ પર 30 બેડની નવી હોસ્પિટલ માટે 15 કરોડ
મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ. કોન્ઝર્વન્સી ટેક્સ તેમજ વોટર ટેક્સના દરોમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. બજેટમાં 40 ચો.મી. સુધીના રહેણાંકની તમામ મિલકતોમાં વર્ષ 2021-22માં 100 ટકા ટેક્સ માફી આપવાનું ઠરાવવામાં આવ્યું છે. જેના કારણે અંદાજે 6.49 લાખ મિલકતધારકોને આર્થિક લાભ થશે..
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31