Last Updated on March 1, 2021 by
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના વાયરસની રસી લગાવશે. ખાનગી હોસ્પિટલની તબીબી ટીમ આજે બપોરે તેમના નિવાસસ્થાનની મુલાકાત લેશે, જ્યાં અમિત શાહને રસી આપવામાં આવશે. આ પહેલા પીએમ મોદી આજે એઈમ્સ પહોંચ્યા હતા અને કોવેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો પીએમ મોદી 28 દિવસ પછી બીજો ડોઝ લેશે.
ગૃહમંત્રી અમિત શાહ 56 વર્ષના છે. આ સાથે જ પીએમ મોદીની ઉંમર 70 વર્ષ છે. આજથી કોરોના વાયરસ રસીકરણનો બીજો તબક્કો પ્રારંભ થયો છે. આ તબક્કામાં, 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ રોગથી પીડિતના લોકોને રસી આપવામાં આવશે. અમિત શાહ બીજી કેટેગરીમાં આવે છે.
એક સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવો – મોદી
વેક્સિન લગાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યુ કે, ”કોરોના વાયરસ વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબુતી આપવામાં જે ઝડપથી આપણા ડૉકટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યુ છે તે નોંધપાત્ર છે. જે લોકો વેક્સિન લેવા યોગ્ય છે, હું તે તમામને વેક્સિન લગાવાની અપીલ કરુ છુ. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ. ”
વેક્સિન લ લગાવાને લઈને વિપક્ષે ઉઠાવ્યા હતા સવાલો
જણાવી દઈએ કે, કોરોના રસીકરણનુ પહેલુ ચરણ શરૂ થવા પહેલા કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટિયોએ PM મોદી પર વેક્સિન ન લગાવાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. વિપક્ષનનું કહેવુ હતુ કે, PM મોદી અને તેના મંત્રી કોરોના વેક્સિન નથી લગાવી રહ્યા. જયારે મોટાભાગના દેશોના પ્રમુખોએ જનતાને ભરોસો અપાવવા સૌથી પહેલા ખુદે વેક્સિન લગાવી હતી. વિપક્ષે સરકારને પૂછયબ હતુ કે, આખરે કેન્દ્રના મંત્રી વેક્સિન લગાવાથી કેમ ડરી રહ્યા છે?
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31