Last Updated on March 7, 2021 by
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીજંગનો આજે શંખનાદ શરૂ થઈ ગયો છે. આજે પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગડ ગ્રાઉન્ડમાં જે બપોરે બે વાગ્યે એક રેલીને સંબોધિત કરી હતી. આ પહેલા એક મહત્વના સામાચાર આવ્યા હતાં.
ભાજપના મંચ પર મિથુનની ડાયલોગબાજી
રેલીમાં હાજર રહેલા ટોળાને સંબોધન કરતા મિથુને કહ્યુ હતુ કે, હું અસલી કોબરા છું, ડંખ મારીશ તો તમે ફોટો બની જશો. હું પાણીનો સાપ નથી, હું કોબરા છું. એક ડંખમાં કામ તમામ થઈ જશે. ભાજપના મંચ પરથી મિથુને કેટલાય ફિલ્મો ડાયલોગ્સ પણ સંભળાવ્યા. તેમણે પ્રખ્યાત ડાયલોગ ‘મારૂંગા યહાં, લાશ ગિરેગી શ્મશાન મેં’ પણ સંભળાવ્યો હતો. આ ડાયલોગ્સ હવે જૂનો થઈ ગયો છે.
#WATCH | I am a pure cobra. You will be finished in one bite. Now, remember the new slogan — Ek chhobole chhobi (One bite and you will become a photo): Actor Mithun Chakraborty after joining BJP in Kolkata pic.twitter.com/19juRQCEbA
— ANI (@ANI) March 7, 2021
હું હંમેશા ગરીબો માટે કામ કરવા માગતો
ભાજપના મંચ પરથી મિથુને કહ્યુ હતું કે, મેં જીવનમાં એક વાર કંઈક મોટુ કરવાનું સપનુ જોયુ હતું. પણ મેં ક્યારેય આવા મંચની અપેક્ષા રાખી નહોતી. જ્યાં આટલા મોટા નેતા, સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હાજર હોય. હું જીવનમાં હંમેશા કંઈક મોટુ કરવા માગતો હતો. પણ ક્યારેય આટલી મોટી રેલીનો ભાગ બની શક્યો નહોતો. જ્યારે હું 17 વર્ષનો હતો, ત્યારથી જ સમાજના ગરીબ લોકો માટે કામ કરવા માગતો હતો. તે ઈચ્છા આજે પુરી થઈ.
મિથુને ભાજપનો વિધિવત રીતે ખેસ ધારણ કર્યો
વડાપ્રધાન મોદી જે મંચ પરથી સભાને સંબોધિત કરવાના હતાં, તે મંચ પર બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. મિથુન ચક્રવર્તી આજે ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા છે. સાથે જ તેમણે સ્ટેજ પર અન્ય નેતાઓ સાથે મળીને ભાજપનો પાર્ટી ધ્વજ પણ લહેરાવ્યો હતો.
#WATCH: "…a lot has been said about me.. sometimes Ravan, sometimes devil, sometimes goon.. Didi, why so angry?" says Prime Minister Narendra Modi at Kolkata's Brigade Parade Ground pic.twitter.com/tx7JqqzZ6T
— ANI (@ANI) March 7, 2021
વડાપ્રધાન મોદીની ગ્રાન્ડ રેલી
પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે મિથુન ચક્રવર્તીને શુભેચ્છા આપી. તો ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય પણ આ સમયે ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે વડાપ્રધાનની રેલીને લઇને વિશાળ સંખ્યામાં લોકો બ્રિગેડ મેદાનમાં એકઠા થયા હતાં.
પશ્ચિમ બંગાળના હાઇ વોલ્ટેજ ચૂંટણી ડ્રામાની શરુઆત થઈ ગઈ છે. અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ત્યાં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધો જંગ છે. સત્તાધારી ટીએમસી સામે પોતાની સત્તા બચાવવાની ચેલેન્જ છે, તો ભાજપને પશ્ચિમ બંગાળમાં પોતાનો ડંકો વગાડવાનો છે. તેવામાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ત્યાં ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31