GSTV
Gujarat Government Advertisement

ભાજપને નથી રસ/ કોંગ્રેસ સરકારના પતન બાદ પુડુચેરીમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન, મોદી કેબિનેટે આપી દીધી મંજૂરી

Last Updated on February 24, 2021 by

પુડુચેરીમાંથી કોંગ્રેસ પાર્ટીની સરકાર પડી ગયા બાદ કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવાની મંજૂરી આપી દીધી છે. આ જ અઠવાડીયે વિશ્વાસ મત પ્રસ્તાવ પર મતદાન પહેલા મુખ્યમંત્રી નારાયણસામીએ રાજીનામુ આપી દીધુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

આ બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતું કે, પુડુચેરીમાં સત્તાધારી પક્ષમાંથી અમુક ધારાસભ્યો અલગ થયાં બાદ નારાયણસામીની સરકારે રાજીનામુ આપી દીધુ છે. તેમણે કહ્યુ હતું કે, મુખ્યમંત્રીના રાજીનામા બાદ કોઈ પણ ગઠબંધને સરકાર બનાવવાનો દાવો કર્યો નથી. ત્યાર બાદ ઉપરાજ્યપાલને પુડુચેરીમાં વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી છે.

જાવડેકરે જણાવ્યુ હતું કે, કેન્દ્રીય મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ વિધાનસભા ભંગ થઈ જશે. પુડુચેરીમાં વિધઆનસભાની તારીખો આવનારા દિવસોમાં જાહેર થવાની આશા છે. ત્યાર બાદ આચાર સંહિતા લાગૂ થઈ જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33