Last Updated on March 7, 2021 by
આધાર કાર્ડએક મહવપૂર્ણ દસ્તાવેજ છે. યુનિક આઇડેન્ટિફિકેશન અથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI) દ્વારા જારી આધાર કાર્ડમાં એક બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક જાણકારીઓ હોય છે. યુઝરને આધારકાર્ડમાં અપડેટસનની સુવિધા મળે છે.
જેમની પાસે એડ્રેસ પ્રુફ નથી તેઓ માટે
આધારકાર્ડમાં ઘણી એવી જાણકારી જે ઘરે બેઠા ઓનલાઇન અપડેટ કરી શકે છે. આ જાણકારીઓ માટે આધાર કેન્દ્ર પર જવાની જરૂરત હોતી નથી. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવાને લઇ એ લોકો જેમની પાસે એડ્રેસ પ્રુફ માટે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ્સ પ્રુફ નથી તેઓ હંમેશા ચિંતામાં રહે છે.
એવામાં અમે તમને જણાવી દઈએ કે વેરિફાયર દ્વારા આધારમાં એડ્રેસ અપડેટ કરી શકાય છે. હવે સવાલ એ છે કે એડ્રેસ વેરિફાયર શું હોય છે ?
કોણ હોઈ શકે વેરિફાયર
આ પરિવારનો કોઈ પણ સભ્ય, મકાન માલિક અથવા મિત્ર હોઈ શકે છે, જે તમારા એ એડ્રેસનો ઉપયોગ કરવામાં મદદ કરી શકે. એવામાં આ ફીચર આ લોકો માટે ખુબ કામનું છે જે એક જગ્યાથી બીજી જગ્યાએ શિફ્ટ થતા રહે છે અને એના કારણે એમની પાસે વેલીડ પ્રુફ રહેતું નથી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31