GSTV
Gujarat Government Advertisement

Paytm: આનાથી સરળ રીત ન હોય, બેન્ક એકાઉન્ટને આ રીતે પેટીએમ સાથે જોડો, સેકન્ડમાં થઇ જશે પેમેન્ટ

paytm

Last Updated on March 22, 2021 by

પેટીએમ(Paytm) ઘણું લોકપ્રિય પેમેન્ટ એપ છે જેમાં સ્માર્ટફોનથી પેમેન્ટ કરી શકાય છે. પેટીએમને યુઝર્સ તમારા બેન્ક એકાઉન્ટ સાથે પણ જોડી શકો છો .આવું કરવાથી વારંવાર કાર્ડનો સીવીવી અથવા OTP નાખવાથી બચી શકશો. શું તમને ખબર છે કે સરળતાથી પેટીએમને બેન્ક સાથે જોડી શકો છો જેથી યુપીઆઈ દ્વારા ટ્રાન્જેક્શન કરી શકાય છે. તો એવો જાણીએ એને જોડવાથી સૌથી સરળ રીત.

ટિકિટ,

યુઝરે પહેલા પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરવાનો રહેશે . ત્યાર પછી રજીસ્ટર કરવાનું રહેશે. પેટીએમ શરુ કરવા એ જ નંબરનો ઉપયોગ કરો જે બેન્ક એકાઉન્ટ માટે રજીસ્ટર છે. પેટીએમ લગભગ દેશની તમામ બેંકોને સપોર્ટ કરે છે. એમાં એક્સિસ બેન્ક, ICICI બેન્ક, કોટક બેન્ક, એચડીએફસી બેન્ક, પીએનબી બેન્ક અને સ્ટેટ બેન્ક જેવા નામ સામેલ છે.

આ રીતે બેન્ક એકાઉન્ટ સાથે પેટીએમ વોલેટને જોડો

  • પેટીએમ ખોલતા જ એક પૉપ અપ દેખાશે જેના દ્વારા બેન્ક એકાઉન્ટ લિંક કરવા કહેવામાં આવશે. એમાં Link Bank Account પર ક્લિક કરો. જો પૉપ અપ નહિ દેખાય તો મેનુની ડાબી બાજુ જોવા મળશે your account-UPI.
  • હવે નવો એક ડાયલોગ બોક્સ જોવા મળશે જ્યાં અલગ અલગ બેંકોના નમા હશે. હવે એ બેંકોને સિલેક્ટ કરો જેમાં તમારું એકાઉન્ટ છે એના પર પેટીએમ UPI ઓપરેટ કરવાનું છે.
  • બેન્ક સિલેક્ટ કાર્ય પછી પેટીએમ રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી એક SMS આવશે જે વેરિફિકેશન માટે હશે . જેમાં લિક્ડ બેન્ક એકાઉન્ટની ડીટેલ લેવામાં આવશે. જો ફોનમાં બે સિમ કાર્ડ છે તો વેરીફકેશન માટે સિમ કાર્ડ 1 નો ઉપયોગ કરવાનું કહેવામાં આવશે.
  • જો તમારું બેન્ક એકાઉન્ટ બીજા સીમકાર્ડ વાળા નંબર સાથે રજીસ્ટર્ડ છે તો પેટીએમ તમને એનંબર રિપ્લેસ કરવાનું કહેવામાં આવશે જેથી બેન્ક એકાઉન્ટ જોડાયેલું છે.
  • SMS દ્વારા વેરિફિકેશન માટે proceed ક્લિક કરો. ત્યાર પછી એક મેસેજ મોકલમાં આવશે જેમાં કહેવામાં આવશે કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. એક વાર રજિસ્ટ્રેશન અને લિંકિંગની પ્રક્રિયા પુરી થયા પછી SMS મળશે જેમાં કંફર્મેશનની જાણકારી આપવામાં આવશે.
  • અંતે પેટીએમ એક યુપીઆઈ આઈડી જનરેટ કરશે. યુઝર આ એકાઉન્ટને લેફ્ટ મેનુમાં બનેલ default bank accountથી મેનેજ કરી શકશો. યુઝર પેટીએમ વોલેટથી પણ બેન્ક એકાઉન્ટ જોડી શકો છો. એ પ્રોસેસ પણ એ જ છે જે ઉપર જણાવવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30