Last Updated on March 31, 2021 by
સત્તાના મદમોહમાં મ્યાનમારમાં સેનાએ રાતોરાત સમગ્ર દેશની બાગડોર પોતાના હાથમાં આંચકી લીધી છે. નિરંકુશ બનેલ મ્યાનમાર સૈન્ય પોતાના દેશવાસીઓની જ ઠંડા કલેજે હત્યા કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત તે છે કે મ્યાનમાર હિંસા પાછળ ભારતની કંપની અદાણીનું નામ પણ સામે આવ્યું છે. અદાણીનું નામ સામે આવતા જ આ વિવાદ વધુ ઘેરો બની ગયો છે તેમજ તેના પડઘા અમેરિકા અને યુનાઇટેડ નેશન્સમાં પણ પડ્યા છે.
અદાણીનું નામ સામે આવતા જ આ વિવાદ વધુ ઘેરો બની ગયો
અદાણીની કંપની મ્યાનમારના યાંગૂનમાં કન્ટેનર પોર્ટ વિકસિત કરવાનું કામ કરી રહી છે. આ કન્ટેનર પોર્ટ જ્યાં વિકસિત કરવામાં આવી રહ્યું છે તે જમીન મ્યાનમાર ઇકોનોમિક કોર્પોરેશન (MEC) નામની કંપની પાસે છે જેની માલિકી મ્યાનમાર સૈન્યની છે. એટલે કે અસ પ્રોજેક્ટનો નફો ત્યાંના સૈન્ય પાસે પહોંચશે. પ્રાપ્ત વિગતો અનુસાર અદાણીએ મ્યાનમાર સૈન્યની આ કંપનીને 3817 કરોડ રૂપિયા (52 મિલિયન ડોલર) આપ્યા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
મ્યાનમાર કોર્પોરેટ રેગ્યુલેટર પાસે જમા કરાવેલ દસ્તાવેજમાં અદાણીએ લેખિતમાં બાહેંધરી આપી
મ્યાનમાર કોર્પોરેટ રેગ્યુલેટર પાસે જમા કરાવેલ દસ્તાવેજમાં અદાણીએ લેખિતમાં બાહેંધરી આપી છે કે અદાણી સમૂહ મ્યાનમારમાં 141 મિલિયન ડોલર “કેપિટલ ઈન કેશ” તરીકે અને 148 મિલિયન ડોલર “કેપિટલ ઈન કાઈન્ડ” પ્રોજેક્ટ માટે રોકશે. આ નાણાં સીધા જ મ્યાનમાર સૈન્યના હાથમાં આવવાના છે.મ્યાનમારમાં રોહીંગ્યા નરસંહાર બાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવેલ રિપોર્ટમાં તમામ દેશોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તે મ્યાનમાર સૈન્ય સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ના રાખે. આ બાદ પણ અદાણીની કંપનીના મ્યાનમાર સૈન્ય સાથે કારોબારી સંબંધો છે.
અદાણીની કંપનીના મ્યાનમાર સૈન્ય સાથે કારોબારી સંબંધો
માનવાધિકાર ભંગના આક્ષેપો લાગ્યા બાદ અમેરિકાએ મ્યાનમાર સૈન્યની બે કંપનીઓ MEHL અને MEC પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા હતા.દસ્તાવેજો અનુસાર અદાણીની કંપનીએ લેન્ડ લીઝ ફી પેટે મ્યાનમાર ઇકોનોમિક કોર્પોરેશન નામની કંપનીને 30 મિલિયન ડોલર અને લેન્ડ ક્લિયરન્સ ફી પેટે 22 મિલિયન ડોલર ચૂકવ્યા છે. આ બાદ અદાણી સામે UNએ લાલ આંખ કરતા જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ જેવી કંપનીઓ મ્યાનમાર સૈન્યને આર્થિક રીતે મજબૂત કરીને નરસંહાર તેમજ માનવાધિકાર ભંગને પ્રોત્સાહન આપી રહી છે. ઓસ્ટ્રેલિયાના માનવાધિકાર કાર્યકર્તાનું કહેવું છે કે અદાણીને ઓસ્ટ્રેલિયામાં ખાણ યોજનાથી જે લાભ થશે તેને મ્યાનમારના પ્રોજેક્ટમાં લગાવવામાં આવશે. તેનો સીધો અર્થ એમ થાય કે અદાણી ઓસ્ટ્રેલિયાની કમાણીથી એવા લોકોનું ભલું કરશે જે માનવાધિકાર હનન અને નરસંહાર માટે જવાબદાર છે. અદાણી પોર્ટના પ્રવકત્તાએ દાવો કર્યો છે કે અદાણી સમૂહ લાંબાગાળાના રોકાણ યોજના સાથે જ મ્યાનમારમાં કારોબાર વિસ્તૃત કરી રહી છે. કોઈપણ રાજકીય ઉથલપાથલ પાછળ અમારો પ્રત્યક્ષ કે પરોક્ષ સબંધ નથી.
અદાણી પોર્ટના CEO કરણ અદાણી મ્યાનમારના સૈન્ય વડા સાથે મુલાકાત કરી રહ્યાં છે
આ સિવાય જે વીડિયો મ્યાનમારની સેનાના યુટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેમાં અદાણી પોર્ટના CEO કરણ અદાણી મ્યાનમારના સૈન્ય વડા સાથે મુલાકાત કરી રહ્યાં છે તે જુલાઈ, 2019નો છે.ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર કરણ રોહિંગ્યા સમુદાયના નરસંહારના મુખ્ય આરોપી મિન આંગ હલાઈંગને ભેટ આપી રહ્યાં છે. અદાણીએ કહ્યું હતું કે તેમની કંપની ઓસ્ટ્રેલિયા, અમેરિકા અથવા સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સાથે સંબંધિત કોઈપણ દિશાનિર્દેશોનો ભંગ નથી કરી રહી.
2016થી જો મ્યાનમારમાં આ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે,
જોકે સૌથી મોટો સવાલ એ છે કે 2016થી જો મ્યાનમારમાં આ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, રોહિગ્યા મુસલમાનો પર અત્યાચાર થઈ રહ્યો છે અને દેશવાસીઓના માનવાધિકારનું હનન થઈ રહ્યું છે તો પછી કેમ અદાણી સમૂહને આ જ દેશ મળ્યો રોકાણ કરવા માટે ? અદાણીને સંયુક્ત રાષ્ટ્રના રીપોર્ટમાં જ ચેતવણી આપવામાં આવી હતી અને MEC, MEHLને વિશ્વ વેપાર પ્રતિબંધિત કરવા છતા પણ કેમ તેની સાથે જ કરાર કર્યા ? શું અદાણીનો આ જમીન સોદો મ્યાનમારની સેના માટે ફન્ડિંગ નહોતું ?
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31