Last Updated on April 10, 2021 by
આગરાના પિનાહટથી મુંડન માટે ઈટાવાથી લખના જઈ રહેલી ડીસીએમ ખાઈમાં ખાબકી હતી. આ મોટી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 4 થી વધારે લોકોની હાલત અત્યંત નાજૂક છે. આ ડીસીએમમાં એક જ પરિવારના 60થી વધારે લોકો સવાર હતાં. ઘાયલ તમામ લોકોને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
ઘાયલ લોકોને સારવાર માટે સૈફઈની હોસ્પિટલમાં દાખલ કર્યા
ઘાયલ શ્રદ્ધાળુઓમાંથી મોટા ભાગના ગંભીર રીતે ઘાયલ થતાં સૈફઈ મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્યા છે. આ તમામ શ્રદ્ધાળુ પિનાહટ આગરાના રહેવાસી હતાં. કહેવાય છે કે, ખિડકીયા, રામલીલા ગ્રાઉન્ડ પિનાહટ, આગરાના રહેવાસી વિરેન્દ્ર સિંહ બઘેલના ઘર પર સાત મહિના પહેલા દિકરાનો જન્મ થયો હતો. દિકરાના જન્મની ખુશીમાં પરિવાર અને સંબંધીઓ સાથે લખના કાલિકા મંદિરમાં મુંડન કરાવવા માટે શનિવારે ઘરેથી ડીસીએમમાં સવાર થઈને નિકળ્યા હતાં.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31