Last Updated on March 28, 2021 by
યુએઈના અબુ ધાબી ખાતે નિર્માણાધીન પહેલા હિન્દુ મંદિરનું ફાઉન્ડેશન કામ આગામી મહિના સુધીમાં પૂર્ણ થઇ જશે. BAPS હિન્દુ મંદિર અબુધાબીના પ્રોજેક્ટ એન્જીનીયરે જણાવ્યું છે કે અબુ મૂરૈખા ખાતે ફાઉન્ડેશન પર કામગીરી અંતિમ તબક્કામાં છે અને 4.5 મીટર ઊંચાઈનું કામ પૂર્ણ થઇ ગયું છે.
પ્રોજેક્ટ એન્જીનીયર અશોક કોંડેતીએ આગળ જણાવ્યું હતું, ‘અમે પ્રોજેક્ટની ગુણવત્તા અને કામગીરી પર મોનીટરીંગ રાખી રહ્યા છીએ. અમે ખુદને ભાગ્યશાળી માનીયે છીએ કે અમે આ પ્રોજેક્ટનો ભાગ છીએ. આ જીવનમાં માત્ર એક વખત આવનાર તક છે.
“જાન્યુઆરીથી અમે 4500 ક્યુબિક કોંક્રિટ રેડ્યું છે અને 3,000 ક્યુબિક મીટર બેકફીલ કર્યું છે.અમે નોંધ્યું છે કે કોન્ક્રીટ હવે મજબૂતી પકડી રહ્યું છે. જે પ્રોજેક્ટ માટે ઘણી સારી બાબત છે. અમે હવે રેતી વડે સ્તર પર સ્તર બેક ફાઈલિંગ કરી રહ્યા છીએ અને બહારથી કોઈ જ મટીરીયલ મંગાવવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે ગુલાબી પથ્થર અને આરસ લગાવવાની કામગીરી મે મહિનાથી શરૂ થઇ જશે.
કેવુ હશે મંદિર
આ મંદિર કુલ 55,000 સ્કેવર મીટર અથવા 14 એકરમાં બનશે. જે એક આગવા અંદાજમાં બનીને તૈયાર થઈ રહ્યુ છે. તેમાં પ્રાર્થના હોલ ઉપરાંત આગંકુત હોલ, ભારતીય સંસ્કૃતિને બતાવતી ગેલેરી, બાળકો માટે રમવાની જગ્યા, ફૂડ કોર્ટ, ગાર્ડની સાથે પુસ્તકો તથા ગિફ્ટની દુકાનો પણ હશે.
કેટલા સ્તંભ
આ મંદિરમાં કુલ સાત સ્તંભ છે. દુબઈમાં બે હિન્દુ મંદિર છે. અત્યાર સુધીમાં અબુ ધાબીમાં રહેતા લોકોને દર્શન કરવા માટે દુબઈ જવુ પડતુ હતું. આ મંદિરના નિર્માણ બાદ આ સમસ્યા ખતમ થઈ જશે.
પથ્થરો ક્યા થયા તૈયાર
મંદિર નિર્માણમાં સ્વામીનારાયણ સંસ્થાની દેખરેખ રાખતા ભારતીય શિલ્પકાર કરી રહ્યા છે. મંદિર નિર્માણ 2020માં પુરૂ થવાની આશા હતી, આ મંદિરમાં લાગેલા પથ્થરને ભારતમાં અલગ અલગ ડિઝાઈનમાં કાપવામાં આવ્યા છે. બાદમાં યુએઈમાં તેને એકબીજા સાથે જોડીને મંદિર નિર્માણ કરવામાં આવ્યુ છે.
2000 કારીગર
તેના માટે ભારતમાં 2000 કારીગરો સતત આ પથ્થરને કોતરવાનું કામ કરી રહ્યા હતા. જે પિંક સૈંડસ્ટોનનો ઉપયોગથી તે બનાવામાં આવ્યુ છે, તે જયપુરનો હવામહેલ પણ આ પથ્થરોમાંથી બનાવ્યો છે.
શું છે પથ્થરની ખાસિયત
કહેવાય છે કે, આ પથ્થર 50 ડિગ્રી સેંટીગ્રેડમાં પણ ગરમ થતાં નથી. અને તેમાં ભીષણ ગરમી સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પથ્થરો રાજસ્થાનમાં પણ મળી આવે છે.
અબુધાબીથી કેટલુ દૂર
દુબઈ-અબુ ધાબી હાઈવે પર બનતું આ અબુ ધાબીનું પ્રથમ પથ્થરથી નિર્મિક મંદિર છે. જે અબુ ધાબીથી 30 મીનિટના અંતરે આવેલુ છે. તે ફક્ત અબુ ધાબી જ નહીં પણ પશ્ચિમી એશિયામાં પથ્થરોથી બનતુ પ્રથમ મંદિર છે.
યુએઈમાં કેટલા ભારતીય
યુએઈમાં લગભગ 30 લાખ ભારતીયો રહે છે. જ્યારે 2015માં પ્રધાનમંત્રી અબુ ધાબી ગયા હતા, ત્યારે તે સમયે મંદિરને જમીન આપવાનું વચન આપ્યુ હતું. આ મંદિર નિર્માણના કારણે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં સુગમતા રહેશે. સંબંધો મજબૂત બનશે.
યુએઈમાં કેટલા છે ધાર્મિક સ્થાન
યુએઈમાં સેકડો મસ્જિદ ઉપરાંત 40 ચર્ચ, બે ગુરૂદ્વાર અને બે મંદિર આવેલા છે. આ બંને મંદિર યુએઈમાં આવેલા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31