GSTV
Gujarat Government Advertisement

રામોલ: અધિકારીઓના ખોટા સહી-સિક્કા કરી કરતો હતો ઠગાઈ, આખરે ફૂટ્યો ભાંડો

Last Updated on February 27, 2021 by

અમદાવાદના રામોલમાં પોલીસે આધાર કાર્ડમાં ચેડા કરવાના કૌભાંડનો ભાંડો ફોડ્યો છે. પોલીસ પકડમાં આવેલો રવિકાન્ત શર્મા નામનો શખ્સ લોકોને 100થી 150 રૂપિયામાં આધારકાર્ડમાં સુધારો કરી આપતો હતો.

રામોલ

શહેરના રામોલમાં આવેલી ન્યુ હરિષચંદ્ર સોસાયટીમાં જ રહેતો આ શખ્સ ઘરની બહાર આવેલી અશ્વિત એન્ટરપ્રાઇઝ નામની દુકાન ખોલી ફ્રોડ કરતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, આરોપી અસારવા મામલતદાર લખેલો સિક્કો મારી તેની પર વસંત પટેલ ગેઝેટેડ ઓફિસર-બીની સહી કરતો હતો. ત્યારે  અત્યારસુધીમાં આરોપીએ કેટલા લોકોને આવા આધારકાર્ડ બનાવી આપ્યા તે બાબતે તપાસ શરૂ કરાઇ છે..

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33