GSTV
Gujarat Government Advertisement

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની હાર પાછળ આમ આદમી પાર્ટી જવાબદાર, જીતી પણ નહિ જીતવા દીધી પણ નહિ

Last Updated on March 3, 2021 by

રાજકોટ જિલ્લા પંચાયતમાં રેકોર્ડબ્રેક ૩૬માંથી ૩૪ બેઠકો સાથે ગત ટર્મ સત્તા મેળવનાર કોંગ્રેસને આ વખતે ૩૬માંથી માત્ર ૧૧ બેઠકો સાથે હારનો સામનો કરવો પડયો છે. રાજકોટ શહેર કરતા ગ્રામ્યમાં કોંગ્રેસનું સંગઠન વધુ સારુ મનાય છે છતાં આ માટે શુ કારણ છે? વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે આમ આદમી પાર્ટી અમને લગભગ દરેક બેઠકો પર નડી છે, તે પોતે તો એકેય બેઠક જીતી શકી નથી પણ અમારા મતો નોંધપાત્ર અને નિર્ણાયક સંખ્યામાં કાપ્યા છે.

ભાજપ રાજકોટ

ચાર ટર્મથી વિજેતા અર્જૂન ખાટરિયાએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસમાં આજે પણ લોકોનો વિશ્વાસ અકબંધ છે છતાં હાર માટેનું એક મુખ્ય કારણ આમ આદમી પાર્ટીથી મતોનું વિભાજન છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાએ કહ્યું  આમ આદમી પાર્ટીએ જ બાજી બગાડી છે, કોંગ્રેસને જસદણ,વિંછીયામાંથી ૫ ઉપલેટા, ધોરાજી,કોટડાસાંગાણી, પડધરી અને રાજકોટ તાલુકામાંથી બેઠકો મળી છે પરંતુ, જે જિ.પં.સીટ ગુમાવી છે તેમાં એક તો માત્ર ૬ મતે હાર્યા છીએ અને સાણથલી બેઠક માત્ર દોઢસો મતે હાર્યા છીએ. શાપર વેરાવળમાં અમે સીટ ગુમાવી તેમાં ભાજપને માત્ર ૨૮ મતોની લીડ છે ત્યારે ત્યાં આમ આદમી પાર્ટી ૩૨૫ મતો લઈ ગઈ છે.

AAP

જિલ્લાના ૧૧ તાલુકામાંથી એકમાત્ર પડધરી તાલુકા પંચાયતમાં માત્ર એક જ બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. આમ, પાર્ટીને ગ્રામ્ય મતદારોએ સ્વીકાર્યા નથી. પરંતુ, મતોનું મોટાપાયે વિભાજન થયું છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં  એન.સી.પી.સહિતના પક્ષોએ કોંગ્રેસના મતો કાપ્યા હતા અને હારને વધુ કારમી બનાવી હતી. હવે આ મહાનગરો ઉપરાંત  પંચાયતોમાં આમ આદમી પાર્ટીએ વધુ મતો કાપ્યા છે અને કોંગ્રેસનો કારમો પરાજ્ય થયો છે. આ પહેલા મોરબી ધારાસભા પેટાચૂંટણી ભાજપ મતોના વિભાજનથી જીતી ગયા બાદ પંચાયતોમાં ભાજપની જ્વલંત જીત માટે પણ મતોનું વિભાજન એક મુખ્ય કારણ બન્યું છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ન આપ્યું, કહ્યું-એ ઉપાય જ નથી

રાજકોટ મનપામાં કોંગ્રેસના કારમા પરાજ્ય પછી શહેર પ્રમુખે રાજીનામુ આપ્યું હતું, આજે પ્રદેશ પ્રમુખ વગેરેએ રાજીનામા ધરી દીધા છે પરંતુ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યું નથી. તેમણે જણાવ્યું કે રાજીનામુ આપવું તે કોંગ્રેસને મજબૂત રાખવાનો કોઈ વિકલ્પ નથી, ઉપાય નથી. રાજકોટ જિલ્લામાં કોંગ્રેસ પૂરી ક્ષમતાથી લડી છે, પણ આમ આદમી પાર્ટી નડી છે, અમે વિરોધપક્ષ તરીકે મજબૂત ભુમિકા ભજવીશું. માત્ર રાજકોટ જિ.પં.માં બે આંકડામાં બેઠકો આવી છે અને બે તાલુકા પંચાયત કબજે કરી અન્ય એક ઉપર પણ શાસન આવશે.કોંગ્રેસ પ્રમુખ બદલાવી શકે છે, રાજીનામુ આપવાના નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33