GSTV
Gujarat Government Advertisement

Big News : જનતાને મોટી રાહત, આધારને પાન સાથે લિંક કરવાની તારીખ ફરી લંબાવાઇ, જાણો કેવી રીતે કરી શકશો લિંક

Last Updated on March 31, 2021 by

કેન્દ્ર સરકારે કોરોના મહામારી વચ્ચે ઉત્પન્ન થતી મુશ્કેલીઓને જોતા જનતાને વધુ એક રાહત આપી છે. આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની આજે જે અંતિમ તારીખ હતી તે 31 માર્ચથી વધારીને 30 જૂન 2021 કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવાની આજે છેલ્લી તારીખ હતી. જો તમે આજે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ના કરાવ્યું હોત તો તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત. જો કે, ફરી સરકારે મોટી રાહત આપતા સમયસીમા વધારીને 31 જૂન 2021 કરી દીધી છે. જાણો પાન અને આધારને કઇ રીતે ઘરે બેઠા બેઠાં લિંક કરાવી શકાય છે.

ઓફલાઇન પણ તમે લિંક કરી શકશો

આધાર કાર્ડ અને પાનકાર્ડને તમે ઓફલાઇન પણ લિંક કરી શકો છો. જો તમારી પાસે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ નથી, તો તમે SMS ના આધારે લિંક કરી શકો છો.

એક SMS થી જ થઇ જશે કામ

એ માટે તમારે મેસેજ બોક્સમાં UIDPN ટાઇપ કરીને, સ્પેશ બાદ PAN અને Aadhaar નંબર એન્ટર કરવાનું હશે. ડિટેઇલ્સને હવે 567678 અથવા 56161 નંબર પર મોકલો. ત્યાર બાદ વિભાગ તમારા પાનકાર્ડને આધાર સાથે Link કરવાની પ્રક્રિયા શરૂ કરી દેશે.

PAN  અને આધાર લિંક છે કે નહીં? આ રીતે તપાસો

જો તમારું PAN અને આધારકાર્ડ પહેલેથી જ લિંક થયેલ છે, તો તમારે કંઇપણ કરવાની જરૂર નથી, પરંતુ જો તમને ખબર ન હોય કે બંને લિંક છે કે નહીં, તો તમે આ માહિતી ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. તમારે ફક્ત નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.’

pan

પહેલી રીત – આઇટીની વેબસાઇટ

  • સૌ પ્રથમ, આવકવેરાની official વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in/aadaarstatus ની આ લિંક પર જાઓ.
  • તેમાં તમારો પાન અને આધાર નંબર નાંખો.
  • ‘View Link Aadhaar Status’ પર ક્લિક કરો,
  • તમને તરત જ ખબર પડશે કે તમારો પાન અને આધાર નંબર લિંક છે અથવા નથી.

બીજી રીત – એસએમએસ દ્વારા

  • તમારુ પાન અને આધાર લિંક છે કે નહીં, તેના માટે તમે આવકવેરા વિભાગની એસએમએસ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
  • તમારે તમારા મોબાઇલ પર મેસેજ બોક્સ પર જઇને 567678  અથવા 56161 પર  એક નિશ્ચિત ફોર્મેટમાં એસએમએસ લખવો પડશે.
  • આ રીતે એસએમએસ કરો – UIDPAN < 12 ડિજિટનો Aadhaar> < 10 ડિજિટનો PAN>
  • આ એસએમએસ 567678 પર મોકલો અથવા તેને 56161 પર મોકલવાનો છે.
  • જો બંને લિંક હશે તો તમને એક એસએમએસ મળશે જે કહેશે કે “Aadhaar…is already associated with PAN..in ITD database. Thank you for using our services.”

PAN અને આધારને કેવી રીતે લિંક કરશો

જો બંને લિંક છે તો તમારે કંઇપણ કરવાની જરૂર નથી, આરામથી બેસો. જો PAN અને આધાર નંબર લિંક નથી તો તમે આ બંનેને સરળતાથી લિંક કરી શકો છો. અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા…

PAN

પ્રથમ રીત

1- પ્રથમ તમે આવકવેરાની ઑફિશિયલ વેબસાઇટ પર જાઓ https://www.incometaxindiaefiling.gov.in/home

2- અહીં ડાબી બાજુ તમને Link Aadhaarનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો

3- એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે PAN, આધાર અને આધારમાં તમારુ જે નામ છે તે વિગતો ભરવી પડશે.

4-જો તમારા આધારકાર્ડમાં ફક્ત જન્મનું વર્ષ હોય, તો I have only year of birth in aadhaar card’ પર ટિક કરો.

5-  કેપ્ચા કોડ દાખલ કરો અથવા ઓટીપી માટે ટિક કરો

6- લિંક આધાર બટનને ક્લિક કરો, બસ થઇ ગયું તમારુ PAN અને આધાર લિંક

બીજી રીત

  • તમે PAN અને આધારને એસએમએસ દ્વારા પણ લિંક કરી શકો છો 
  • મેસેજ બોક્સમાં જઇને ટાઇપ કરો UIDPAN<12-digit Aadhaar><10-digit PAN>
  • આ મેસેજ 567678 અથવા 56161 પર મોકલો, બસ થઇ ગયું તમારુ કામ.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33