GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં રેમડેસીવીરનો જથ્થો પુરતો છે તો લાંબી લાઇનો કેમ? હાઇકોર્ટનો રૂપાણી સરકારને આકરો ડોઝ

કોરોના

Last Updated on April 12, 2021 by

હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન રેમડેસિવીર ઇન્જેક્શનની અછત મુદ્દે પણ સરકારને બરાબરની આડેહાથ લીધી. હાઇકોર્ટે જણાવ્યું કે રાજ્યના નાગિરકોને કેમ આસાનીથી ઇન્જેક્શન નથી મળી રહ્યા. ઝાયડસ હોસ્પિટલની બહાર કેમ લાંબી લાઇનો લાગે છે. જે લોકો ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહે છે તે કંઇ મજા માટે ઉભા રહેતા નથી. કોર્ટે કહ્યું કે ઇન્જેક્શન કેમ હોસ્પિટલમાંથી જ મળે છે. શા માટે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જ ઇન્જેક્શન આપવામાં આવે છે. ઓક્સિજન અને ઇન્જેક્શન હોમ ક્વોરન્ટીન લોકોને પણ આપી શકાય.

હાઇકોર્ટે રૂપાણી સરકારને લીધી આડેહાથ

આ મુદ્દે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું કે ઇન્જેક્શનનું પ્રોડક્શન ઓછું હોવાથી તે જોઇએ તેટલા મળતા નથી. જે બાદ હાઇકોર્ટે ફરી કડક ટિપ્પણી કરતા કહ્યું કે રાજ્યમાં ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક છે તે અમને ખબર છે. અમે તમને જે સૂચન કરેલા છે તે ફરી અમને ન કહો. ક્યા કારણોસર લોકો સુધી ઇન્જેક્શન નથી પહોંચતા તેમ અમને ખબર નથી પરંતુ અમારે જાણવું હશે તો અમે જાણી લઇશું. બાકી ગુજરાતમાં ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક છે તેમની અમને જાણ છે.

  • હાઇકોર્ટનો રૂપાણી સરકારને આકરો ડોઝ
  • રાજ્યના નાગિરકોને કેમ આસાનીથી ઇન્જેક્શન નથી મળી રહ્યા ?
  • ગુજરાતમાં ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક છે તે અમને ખબર છે
  • ઝાયડસ હોસ્પિટલની બહાર કેમ લાંબી લાઇનો લાગે છે
  • લોકોએ લાંબી લાઇનમાં કેમ ઉભું રહેવું પડે છે ?
  • જે ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહે છે તે મજા માટે ઉભા રહેતા નથી
  • ઇન્જેક્શન કેમ ફક્ત હોસ્પિટલમાંથી જ મળે છે ?
  • શા માટે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જ ઇન્જેક્શન આપવામાં આવે છે ?
  • મેડિકલ સ્ટોર્સ અને અન્ય હોસ્પિટલમાં કેમ ઇન્જેક્શન નથી મળતાં ?
  • આેક્સિજન અને ઇન્જેક્શન હોમ ક્વોરન્ટીન લોકોને પણ આપી શકાય
  • એક જ સેન્ટર પરથી ઇન્જેક્શન મળવું એ નાગિરકોના હિતમાં નથી
  • પેરાસિટામોલની જેમ ઇન્જેક્શન પણ સરળતાથી મળવું જોઇએ
gujarat high court

કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અતિગંભીર બની છે. અને આ મામલે આજે હાઈકોર્ટના ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ સુનાવણી કરશે. રાજ્યમાં કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ છે.. કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજી ગણીને આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યો છે.. રાજ્યમાં કોવિડ-19 મેનેજમેન્ટમાં સરકારની કામગીરી પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે આજે ચીફ-જસ્ટીસના વડપણવાળી બેંચ સુનાવણી કરશે.

હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરતા અવલોકન કર્યુ છે કે છેલ્લા પાંચ-છ દિવસથી અખબારોમાં રાજ્યની વણસેલી આરોગ્યની સ્થિતિ વિશે પાનેપાનાં ભરીને સમાચારો આવે છે. આ સમાચારો રાજ્યની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે જેને અવગણી ન શકાય. હવે કોર્ટે હસ્તક્ષેપ કરવાનો સમય પાકી ગયો છે. આ અખબારી અહેવાલો રાજ્યની વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્રણ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય હવે મેડિકલ કટોકટીના આરે ઊભું છે અને જલ્દી કોઈ અસરકારક પગલાં નહીં લેવાય તો સ્થિતિ કાબૂ બહાર જતી રહેશે તેવુ લાગી રહ્યુ છે.

કોરોના

પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજી પણ રાજ્યની સ્થિતિમાં કોઈ દેખીતો ફરક પડ્યો નથી

વધુમાં અવલોકન એ પણ કર્યુ છે કે આ વાતને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજી પણ રાજ્યની સ્થિતિમાં કોઈ દેખીતો ફરક પડ્યો નથી. રાજ્યમાં આજે પણ લોકો કલ્પના કરી ન શકાય તેવી હાડમારીઓ અને તકલીફો સહન કરી રહ્યા છે, અને સ્થિતિ રાજ્યના આરોગ્ય વિભાગના કાબૂ બહાર જતી રહી છે. હાલનું હેલ્થ માળખું પડી ભાંગ્યું છે અને ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ, આઈસીયુની ઉપલબ્ધતા ઉપરાંત ઓક્સિજન અને રેમડેસિવિર જેવી પાયાગત ઔષધિઓ મેળવવા પણ લોકોએ રીતસર વલખાં મારવાં પડી રહ્યાં છે. મહત્વનુ છે કે ગત 6 એપ્રિલે પણ હાઇકોર્ટે કોરોનાની સ્થિતી અંગે સૂનાવણી કરી હતી. ચીફ જસ્ટિસની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ચિંતા વ્યકત કરી હતી. રાજ્યમાં જે રીતે તબીબી સ્થિતિનું સંચાલન કરાઈ રહ્યું છે તેના પ્રત્યે ચિંતા વ્યક્ત કરતાં સ્થિતિમાં સુધારો લાવવા જરૂરી પગલાંની પણ તાકિદ કરી હતી. સાથે જ વીકએન્ડ કરફ્યુ અને લોકડાઉનના નીર્દેશ પણ આપ્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33