GSTV
Gujarat Government Advertisement

કોરોના મહામારી/ મહારાષ્ટ્રમાં લાગી શકે છે 15 દિવસનું લૉકડાઉન, ઉદ્ધવ સરકાર ભલે ના આપે પરંતુ આ સ્પેશિયલ ફોર્સે આપી દીધી લીલી ઝંડી

મહારાષ્ટ્ર

Last Updated on April 12, 2021 by

મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે કોરોનાની સ્થિતિ અતિગંભીર બની રહી છે. સતત વધી રહેલા કેસને લઈને ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે કોવિડ ટાસ્ક ફોર્સની સાથે બેઠક કરી હતી. કોવિડ ટાસ્ક ફોર્સે 2 અઠવાડિયાના કડક લોકડાઉનની તરફેણ કરી છે. ટાસ્ક ફોર્સે રાજ્યની ચેન તોડવા માટે 15 દિવસ માટે કડક લોકડાઉનની તરફેણ કરી છે. જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ 8 દિવસના લોકડાઉનનું સમર્થન કર્યુ છે. હવે ઉદ્ધવ ઠાકરે સોમવારે સવારે 11 વાગે ઉપ મુખ્યમંત્રી અજીત પવારની સાથે બેઠક કરશે. જે બાદ લોકડાઉનને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે.

કોરોના

કોવિડ ટાસ્ક ફોર્સે 15 દિવસની કડક લોકડાઉનની તરફેણ કરી

મહારાષ્ટ્રના સીએમે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોરોના ટાસ્ક ફોર્સની સાથે લગભગ 2 કલાકની બેઠક કરી. આ બેઠકમાં પ્રવેશમાં સમગ્ર રીતે લોકડાઉન લગાવવા અને કડક નિયમો પર ચર્ચા થઈ હતી. ટાસ્ક ફોર્સનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાથી મુત્યુ દરમાં ઘટાડા માટે લોકડાઉન કરવાની જરુર છે. ટાસ્ટ ફોર્સની બેઠકમાં 3 સભ્યો દ્વારા 8 દિવસના લોકડાઉનની તરફેણ કરવામાં આવી. તો 3 સભ્યોએ 14 દિવસના લોકડાઉનની વાત કરી. એક્સપર્ટનું માનવું છે કે લોકડાઉન વગર સંક્રમણની ચેન નહીં તુટે.

મહારાષ્ટ્ર

આ સમસ્યા છે ચિંતાજનક

બેઠકમાં ટાસ્ક ફોર્સે રાજ્યોમાં બેડની અછત, ઓક્સિજન સિલેન્ડર, વેન્ટિલેટરની અછતને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને હોસ્પિટલોમાં અનેક પર્યાપ્ત વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાનુ કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં લોકડાઉન અથવા અનેક નિર્ણય જારી કરતા પહેલા સીએમ જનતાને એક અથવા 2 દિવસનો સમય આપી શકે છે. સીએમ કાર્યાલયે કહ્યું કે લોકડાઉનને લઈને રાજ્યના તમામ જિલ્લા માટે એક સરખી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. આ તમામની વચ્ચે સીએમ ઠાકરેએ મહારાષ્ટ્રમાં રસીના સપ્લાય પર પીએમ મોદીને બીજી વાર ચિઠ્ઠી લખવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં આટલા કોરોના કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 63,294 નવા કેસ નોંધાયા છે. સામે રાહતની વાત એ છે કે, 34,008 દર્દીઓને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 81.65 % થઈ ગયો છે. રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 9,989 નવા કેસ સામે આવ્યા છે અને 58 લોકોના મોત થયા છે. પુણેમાં 12,377 નવા કેસ સામે આવ્યા છે અને 87 દર્દીના મોત થયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33