GSTV
Gujarat Government Advertisement

CM રૂપાણી અને પાટીલની રાજકીય લડાઇમાં દર્દીઓની હાલત કફોડી, પરેશ ધાનાણીએ માનવવધનો ગુનો નોંધવા માંગ કરી

Last Updated on April 12, 2021 by

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ફાર્મા કંપનીઓ પર રાજકીય દબાણ કરી ગેરકાયેદસર રીતે રેમડેસિવીર ઇન્જેકેશન સુરત ભાજપ કાર્યાલય પર વહેંચણી કરી રહ્યાં છે. હકીકતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચેની રાજકીય લડાઇમાં દર્દીઓ રઝળી પડયા છે. સત્તાનો સ્વાર્થ સાધવા માટે માનવ જીંદગીને બાનમાં લઇ શકાય નહીં.

કોંગ્રેસ

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. હોસ્પિટલોમાં પથારી નથી. વેન્ટિલેટર ખુટી પડયાં છે. રેમડેસિવીર ઇન્જેકશનની ભારે અછત વર્તાઇ રહી છે ત્યારે ગુજરાતમાં ગંભીર સ્થિતી ગણીને હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે.

કોરોનાની ગંભીર સ્થિતી વચ્ચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાં દર્દીઓ માટે એક રેમડેસિવીર ઇન્જેકશન મેળવવા લોકોને કલાકો સુધી લાઇનોમાં ઉભુ રહેવુ પડે છે અને રઝળવુ પડે છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ફાર્માસ્યુટિકલ એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટને અવગણી રેમડેસિવીર ઇન્જેકશનની ભાજપ કાર્યાલય પરથી વિતરણ કરી રહ્યાં છે. વાસ્તવમાં હાઇકોર્ટે આ મુદ્દાની પણ નોંધ લેવી જોઇએ.

corona death

ફાર્મા કંપનીઓ પર રાજકીય દબાણ કરીને પાટીલ પોતે ઇન્જેકશન મેળવી રહ્યાં છે. પાટીલનો એક જ મત છે કે, દર્દીઓનું જે થવુ હોય તે થાય. મને ઇન્જેકશનનો જથ્થો આપો, તમારે જે કાળા બજાર કરવા હોય તે કરો. એટલું જ નહીં, ઇન્જેકશનનું વિતરણ કરીને પાટીલ લોકોના મસિહા છે અને રૂપાણી સરકાર નિષ્ફળ છે તેવુ સાબિત કરવા સોશિયલ મિડીયામાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

આ તરફ, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવો આરોપ મૂક્યો છે કે, ગુજરાતની જનતાને મોતના મુખમાં ધકેલી પાટીલે કમલમના કાર્યાલયે ઇન્જેકશનની દુકાન ખોલી છે. શું પાટીલને કોઇ કાયદા જ નડતાં નથી. પાટીલ માટે કાયદા શુ અલગ છે. ધાનાણીએ માંગ કરી કે, માનવજાતના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાં પાટીલ સહિત તમામ વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો જોઇએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33