GSTV
Gujarat Government Advertisement

છત્તીસગઢ/ દંતેવાડામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ, અનેક નક્સલીઓ મર્યાની આશંકા

નક્સલીઓ

Last Updated on April 12, 2021 by

છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે રવિવારે બપોરે મોટું ઘર્ષણ થયું છે. જેની અંદર અનેક નક્સલીઓ માર્યા ગયાની આશંકા છે. જેમાંથી એક નક્સલીનો મૃતદેહ મળ્યો છે. સુરક્ષાદળોના જવાનો અને કટેકલ્યાણ એરિયાના નક્સલીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. આ ઘર્ષણ દંતેવાડા અને જંગમપાલના જંગલોમાં હજુ પણ શરુ છે.

નક્સલીઓ

એક નક્સલીનો મૃતદેહ મળ્યો, બે કિલો વિસ્ફોટક જપ્ત

પોલીસને જે એક નક્સલીનો મૃતદેહ મળ્યો છે તેની ઓળખ વેટ્ટી હુંગા તરીકે થઇ છે, જેના પર એક લાખ રુપિયાનું ઇનામ હતું. ઘટનાસ્થળ પરથી સુરક્ષાદળોએ બે કિલો આઇઇડી વિસ્ફોટક જપ્ત કર્યો છે. સાથે એક 8એમએમ પિસ્તોલ, એક ભરમાર બંદૂક અને નક્સલી સાહિત્ય સાથે અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે.

નક્સલીઓ

આ ઘર્ષણમાં અનેક નક્સલીઓના ઘાયલ થવાની આશંકા પણ રહેલી છે. સરકારના જણાવ્યા પ્રમાણે છત્તીસગઢમાં 8 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત છે. જેની અંદર બીજપુર, સુકમા, બસ્તર, દંતેવાડા, કંકેર, નારાયણપુર, રાજનંદગાંવ અને કોંડાગાંવનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયની વાર્ષિક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 10 વર્ષની અંદર 3,722 નક્સલી હૂમલા થયા છે. જેમાં 489 જવાન શહીદ થયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33