Last Updated on April 12, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોનાને લઇને થયેલી બેઠકમાં લોકડાઉનને લઇને સહમતિ બની રહી છે. તેવામાં હવે લોકડાઉન નક્કી માનવમાં આવી રહ્યું છે. જો કે લોકડાઉન ક્યારે અને ક્યાં સુધી લાગુ થશે તે હજુ નક્કી નથી. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અસલમ શેખે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ કહ્યું કે તમામ લોકો લોકડાઉન લગાવવાના પક્ષમાં છે.
આજની બેઠકમાં લેવાશે અંતિમ નિર્ણય
અસલમ શેખે કહ્યું કે મીટિંગમાં દરેક વ્યક્તિ લોકડાઉન લગાવવાની તરફેણમાં હતા. આ દરમિયાન કોરોના પ્રોટોકોલ અને નિયમોને લઇને વાતચીત થઇ નથી. હવે ફરી એકવખત આજે બેઠક યોજાશે. જેની અંદર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
લોકડાઉનને લઇને બેઠકમાં ન સધાઇ સહમતિ
મીટિંગમાં કેટલાક લોકોની સલાહ હતી કે બે અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવે કે કેટલાક લોકોનું કહેવું હતું કે ત્રણ અઠવાડિયાનું લોકડાઉન લગાવવું જોઇએ. ગઇ કાલની બેઠકમાં તમામ લોકોની સહમતિ નથી બની, જેથી હવે આજે મીટિંગ બાદ નિર્ણય કરવામાં આવશે.
કેબિનેટ મીટિંગ પહેલા ઉદ્ધવ ઠાકરેએ ટાસ્ક ફોર્સ સાથે મીટિંગ કરી હતી અને રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સિંગ વડે યોજાયેલી આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી રાજશ ટોપે પણ હાજર હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31