GSTV
Gujarat Government Advertisement

‘દીદી’ ભડક્યા : ચૂંટણી પંચનુ નામ બદલીને “મોદી કોડ ઓફ કન્ડક્ટ’ કરી દેવુ જોઈએ, કૂચબિહારમાં થયેલ હિંસા મુદ્દે ઠાલવ્યો રોષ

Last Updated on April 11, 2021 by

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૂચબિહારમાં થયેલ હિંસા મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા આ ઘટનાને નરસંહાર ગણાવી હતી. તેમણે આ મામલે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી પર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે- વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીઓએ સુરક્ષાદળોનો ઉપયોગ કર્યો હતો. જો ગોળી મારવી હોય તો નિયમ અનુસાર કમરના નીચલા ભાગમાં કે પગ પર ગોળી મારી શકાઈ હોત. પરંતુ સુરક્ષાદળોએ છાતી અને ગળા પર ગોળીઓ ચલાવી હતી. આ નરસંહાર છે.

ચૂંટણીપંચે કૂચબિહારમાં 3 દિવસ સુધી કોઈપણ નેતાને જવા પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ હું ત્યાં ચોથા દિવસે જઈશ. મારા રાજ્યના લોકોને મળતા પંચ મને અટકાવી રહ્યું છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી દર બીજા દિવસે બંગાળ પર કબજો કરવાના ઈરાદે આવે છે. ભલે આવે તેમને કોઈ અટકાવતું નથી. પરંતુ પ્રજાને ખુશ રાખે ના કે ધમકાવવાનું કામ કરે. તેઓ કેન્દ્રીય દળો પાસે લોકોની હત્યા કરાવી તેમને ક્લિનચીટ આપી રહ્યાં છે. ચૂંટણી પંચ MCC નો અર્થ મોડલ કોડ ઓફ કન્ડક્ટના સ્થાને મોદી કોડ ઓફ કન્ડક્ટ કરી નાંખે.’

પંચના પ્રતિબંધ બાદ હવે મમતા બેનર્જીએ 14 એપ્રિલે આ વિસ્તારની મુલાકાત લેવાનુ નક્કી કર્યુ છે.તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમને પીડિત પરિવારનો મળતા રોકવામાં આ વ્યા છે.મમતા બેનરજીએ રવિવારે ટ્વિટ કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યુ હતુ કે, ભલે ભાજપ પોતાની તમામ તાકાત લગાવી દે પણ મને પોતાના લોકો સાથે તેમના દુખમાં સહભાગી થતા કોઈ નહીં રોકી શકે.ત્રણ દિવસમાં નહીં તો હું ચોથા દિવસે તો ત્યાં જઈશ અને પીડિત પરિવારનો મળીશ.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહારમાં થયેલી હિંસામાં સુરક્ષાદળોના ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હતા.એ પછી અહીંયા તનાવપૂર્ણ માહોલ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33