Last Updated on April 11, 2021 by
રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે હોસ્પિટલોમાં તો ઠીક હવે સ્મશાનમાં પણ મૃતદેહોને અંતિમ ક્રિયા માટે જગ્યા નથી મળી રહી. ત્યારે સુરતનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પુત્રને પોતાની જનેતા માટે શબવાહિની ન મળતા તેણે લારી લઈને માતાના અંતિમ સંસ્કાર માટે જવું પડ્યું હતું.
સુરત જિલ્લામાં કોરોનાને કારણે સ્થિતિ એટલી વણસી છે કે મૃતદેહોને સ્મશાને લઇ જવા માટે શબવાહિની પણ નથી મળી રહી. ઓલપાડમાં વેન્ટિલેટર ન મળતાં એક મહિલાનું મોત નિપજ્યું. પરંતુ તેમના મૃતદેહને સ્મશાને લઇ જવા માટે શબવાહિની પણ ન મળતા આખરે પુત્રએ લારી મારફતે માતાનો મૃતદેહ સ્મશાન પહોંચાડ્યો. માતાને શ્વાસની તકલીફ થતાં પુત્ર આખા શહેરમાં ફર્યો તેમ છતાં વેન્ટિલેટર ન મળતાં તેમનું મોત થયું. લારીમાં માતાના મૃતદેહને લઇ જવાતો વીડિયો વાયરલ થયો છે.
- સુરત જિલ્લા ઓલપાડમાં વેન્ટિલેટર ન મળતા મહિલાનું મોત
- મોત બાદ પણ શબવાહિની ન મળતા લારીમાં પુત્રએ માતાનો મૃતદેહ સ્મશાન પહોંચાડ્યો
- લારીમાં માતાનો મૃત દેહ લઈ જવાતો વિડીયો આવ્યો સામે
- માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર આખા શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા મોત નીપજ્યું
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31