Last Updated on April 11, 2021 by
પશ્ચિમ બંગાળમાં શનિવારે ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહારમાં થયેલા ફાયરિંગમાં 4 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ચૂંટણી પંચે આકરૂ વલણ અપનાવ્યું છે અને આગામી 72 કલાક સુધી કૂચબિહારમાં કોઈ પણ નેતા અને રાજકીય દળના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ સાથે જ આગામી ચરણના ચૂંટણી પ્રચારની સમય સીમામાં પણ ફેરફાર કર્યો છે.
ચૂંટણી પંચે મુક્યો રાજકીય નેતાઓ પર પ્રતિબંધ
મતદાન દરમિયાન 4 લોકો માર્યા ગયા તેને લઈ જે તણાવ સર્જાયો છે તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ક્ષેત્રમાં 72 કલાક સુધી નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. કાયદો અને વ્યવસ્થા બગડવાની આશંકાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. એટલું જ નહીં, આગામી ચરણ એટલે કે પાંચમા તબક્કાના મતદાનના 72 કલાક પહેલા જ ચૂંટણી પ્રચાર બંધ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
મમતા બેનર્જી રવિવારે કૂચબિહાર જશે
ચૂંટણી પંચના આદેશ બાદ તમામ રાજકીય નેતાઓની સાથે સાથે મમતા બેનર્જી પર પણ કૂચબિહારમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રીની હેસિયતથી મમતા બેનર્જી રવિવારે જ કૂચબિહારમાં પ્રેસ કોન્ફરન્સ યોજવા તત્પર છે. કૂચબિહાર જિલ્લાના સિતાલકુચી ક્ષેત્રમાં મતદાન દરમિયાન ગોળીબારની ઘટના બની ત્યાર બાદ ચૂંટણી પંચે ફરીથી મતદાનનો આદેશ આપવા ઉપરાંત આકરૂ વલણ અપનાવ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31