Last Updated on April 11, 2021 by
કોરોના કાળ વચ્ચે આજથી અમદાવાદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકેશનનું વેચાણ ફરીવાર ચાલુ કરવામાં આવ્યુ છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા શનિવારે ઈન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યુ હતુ. જેથી સરકારના પ્રતિનિધિઓ દ્વારા ઝાયડસના વહીવટી તંત્ર દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જે બાદ આજથી ફરીવાર રેમડેસિવીર ઇન્જેક્શનનું વેચાણ ચાલુ કરવામાં આવ્યુ છે.
તો રેમડેસિવીર ઈન્જેક્શનનું વેચાણ ફરી શરૂ કરાતા ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાંબી ભીડ જામી છે. હોસ્પિટલ બહાર એક હજાર કરતા પણ વધુ લોકોએ લાઈનો લગાવી છે. રેમડેસિવીર ઇન્જેક્શન લેવા માટે લોકોએ એવી તે પડાપડી કરી છે કે 2-2 કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગી છે. અનેક લોકો તો એવા હતા જે મધરાતથી જ રેમડેસિવીર ઈન્જેકશન લેવા માટે લાઈનોમાં લાગી ગયા હતા.
- ઝાયડસ હોસ્પિટલની બહાર લોકોની પડાપડી
- એક હજાર કરતા વધુ લોકો ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા
- રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોની પડાપડી
- ઇન્જેક્શન માટે ઝાયડસ હોસ્પિટલ ની બંને બાજુ લાંબી લાઈનો લાગી
- 2 કિલોમીટર સાથે ની લાઈનો
- મધરાત થી લોકો ઇન્જેક્શન લેવા માટે પહોંચ્યા
- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નિંદ્રાધીન
- ઝાયડસ હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
- પોલીસ ની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે
- હોસ્પિટલની બહાર નો અડધો રસ્તો બંધ
લોકોની ભીડને લઈને પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ છે કે સુરક્ષા માટે પોલીસની ત્રણ ગાડીઓ બોલાવવી પડી છે. તો પરિસ્થિતિ જોતા રેમડેસિવીર ઈન્જેક્શનના કાળાબજારીની પણ શંકા સેવાઈ રહી છે તો સમગ્ર મામલે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નિંદ્રાધીન છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31