GSTV
Gujarat Government Advertisement

કોરોના કહેર: ઝાયડસ હોસ્પિટલમાં આજથી ફરી શરૂ થશે રેમડેસિવીરનું વેચાણ, અછતને લીધે બંધ કરાયું હતું વેચાણ

Last Updated on April 11, 2021 by

કોરોના કાળ વચ્ચે આજથી અમદાવાદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકેશનનું વેચાણ ફરીવાર ચાલુ કરવામાં આવશે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા શનિવારે ઈન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યુ હતુ. જેથી સરકારના પ્રતિનિધિઓ દ્વારા ઝાયડસના વહીવટી તંત્ર દ્વારા વાતચીત કરવામાં આવી હતી.  જે બાદ આજથી ફરીવાર રેમડેસિવીર ઇન્જેક્શનનું વેચાણ ચાલુ કરવામાં આવી રહ્યુ છે.

રેમડેસિવીર

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 5011 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદા 1409 કેસ આવ્યા છે. જ્યારે બીજા નંબરે સુરત 913 કેસ આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મોતના આંકડાના વાત કરીએ તો, આ જીવલેણ વાયરસની સામે 49 લોકોના મોત થયા છે.

મોતના મામલે જોઈએ તો, સુરતમાં સૌથી વધારે આજે 15 લોકોના મોત થયા છે, જ્યારે અમદાવાદમાં 14 લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવેલા 5011 કેસ નવા નોંધાયા છે. જ્યારે 2525 દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપવામા આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 287617 લોકોનું રસીકરણ થયું છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ કેસ 3,42,026 કેસ થયા છે. જ્યારે 3,12,151 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો, 25,129 કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4746 લોકોના મોત થયા છે. ગુજરાતમાં રસીકરણ 89,02,725 લોકોનું થયુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33