GSTV
Gujarat Government Advertisement

મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !

Last Updated on April 10, 2021 by

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિવિધ મુદ્દે ટીકા કરતાં કહ્યું હતું કે વેક્સિન આપવાથી લઈને કોરોનાને કાબૂ રાખવાની વ્યવસ્થા બાબતે કેન્દ્ર સરકાર સરેઆમ નિષ્ફળ નીવડી છે.

સાચી સલાહની એલર્જી

કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કહ્યું હતું કે, સરકારને સાચી સલાહની એલર્જી છે. સરકારની અણઆવડતના કારણે મજૂરો ફરીથી પરેશાન થઈ રહ્યાં છે. દેશને જોબ્સની જરૂર છે અને સરકાર જુમલા આપીને સંતોષ માને છે. વાયરસનું બીજું મોજું ફરી વળ્યું છે, છતાં સરકારે કશું કર્યું નહીં. તેના કારણે સ્થિતિ બદતર થઈ ગઈ છે.

રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ માગણી કરી હતી કે, વેક્સિનેશનની સાથે સાથે લોકોને રોકડ રકમની સહાય આપો. લોકોના ધંધા-રોજગાર ઠપ થયા હોવાથી તેમની આર્થિક હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

કેન્દ્રની નિષ્ફળ નીતિઓના કારણે બીજી લહેર આવી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારની નીતિઓની નિષ્ફળતાના કારણે દેશમાં કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે તથા શ્રમિકો ફરી પલાયન કરવા માટે મજબૂર બન્યા છે.આ અહંકારી અને અભિમાની સરકારને સારા સૂચનોની એલર્જી છે.

દેશમાં કોરોનાનું ભયંકર સ્વરૂપ

રાહુલ ગાંધીએ કોરોનાની વકરતી જતી સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, દેશમાં કોરોનાની બીજી લહેર ભયંકર સ્વરુપ ધારણ કરી રહી છે.શ્રમિકો ફરી પલાયન માટે મજબૂર છે.કોરોના સામે વેક્સીન આપવાના અભિયાની સાથે સાથે શ્રમિકોને પૈસા આપવા જરુરી છે.દેશની ઈકોનોમી માટે પણ આ નીતિ ફાયદાકારક છે પણ આ અભિમાની સરકારને સારા સૂચનો ગમતા નથી.

આ પહેલા આઠ એપ્રિલે પણ રાહુલ ગાંધીએ પીએમ મોદીને સૂચન આપ્યુ હતુ કે, કોરોના વેક્સીનની ખરીદી અને વિતરણમાં રાજ્ય સરકારોની ભૂમિકા વધારવામાં આવે અને રસીની નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33