Last Updated on April 10, 2021 by
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 5011 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદા 1409 કેસ આવ્યા છે. જ્યારે બીજા નંબરે સુરત 913 કેસ આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મોતના આંકડાના વાત કરીએ તો, આ જીવલેણ વાયરસની સામે 49 લોકોના મોત થયા છે.
મોતના મામલે જોઈએ તો, સુરતમાં સૌથી વધારે આજે 15 લોકોના મોત થયા છે, જ્યારે અમદાવાદમાં 14 લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવેલા 5011 કેસ નવા નોંધાયા છે. જ્યારે 2525 દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપવામા આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 287617 લોકોનું રસીકરણ થયું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ કેસ 3,42,026 કેસ થયા છે. જ્યારે 3,12,151 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો, 25,129 કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4746 લોકોના મોત થયા છે. ગુજરાતમાં રસીકરણ 89,02,725 લોકોનું થયુ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31