Last Updated on April 10, 2021 by
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૂચ બિહારના સીતલકુચીમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહારો કર્યા છે. બેનર્જીએ એક જાહેરસભાને સંબોધન કરતા કહ્યુ હતું કે, તે રેલી કર્યા બાદ કૂચબિહાર રવાના થશે અને તે જગ્યાનું મુલાકાત લેશે. જ્યાં મતદાન દરમિયાન ગોળીબાર થયો હતો. આ ઘટના બાદ મમતાએ અમિતનું રાજીનામું પણ માગ્યું છે.
મમતાનો મોટો આરોપ
મમતા બેનર્જીએ કહ્યુ હતું કે, આજની ઘટના માટે સમગ્રપણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર છે. મમતાએ આ ઘટના પર ષડયંત્રનો આરોપ લગાવતા કહ્યુ હતું કે, હું આ ઘટના માટે કેન્દ્રીય સુરક્ષાદળોને જવાબદાર નથી માનતી, કારણ કે, તે ગૃહમંત્રીના આદેશ પર કામ કરે છે.
Home Minister Amit Shah is completely responsible for today's incident and he himself is the conspirator. I don't blame central forces because they work under Home Minister's order: West Bengal CM Mamata Banerjee in Siliguri pic.twitter.com/zWwh4hqJvF
— ANI (@ANI) April 10, 2021
પહેલાથી જ શંકા હતી
મમતા બેનર્જીએ એક રેલી દરમિયાન કહ્યુ હતું કે, મને એ વાતની લાંબા સમયથી આશંકા હતી કે, સુરક્ષાદળ આ પ્રકારની કાર્યવાહી કરશે. ભાજપ જાણે છે કે, તેમણે લોકોનો જનાધાર ખોઈ દીધો છે. એટલા માટે તે લોકોને મારવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે કહ્યુ હતું કે, જો તમે ચૂંટણી શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી મોતનો આંકડો ગણશો તો લગભગ 17-18 લોકો માર્યા ગયા છે. તેમાંથી 12 લોકો તો અમારી પાર્ટીના જ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31