GSTV
Gujarat Government Advertisement

રાજકોટ બાદ જૂનાગઢમાં હોસ્પિટલોની ગંભીર પરિસ્થિતિ, ઓક્સિજન સપ્લાયરે આપી મોટી ચેતવણી

Last Updated on April 10, 2021 by

સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ હવે જૂનાગઢમાં પણ કોરોનાના કારણે ખાનગી હોસ્પિટલ ફૂલ થઈ રહી છે. જૂનાગઢમાં મોરબી, સુરત, વડોદરા અને રાજકોટથી દર્દીઓ આવી રહ્યાં છે. જૂનાગઢમાં જૂના દર્દીઓ ડિસ્ચાર્જ થાય તો જ નવા દર્દીઓને મૂકી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢમાં આગામી એક-બે દિવસમાં ઓક્સિજનની સપ્લાય પૂરેપૂરી ઘટવાની શક્યતા છે. ઓક્સિજન સપ્લાયરે જૂનાગઢના તબીબોને મેસેજ કર્યો છે કે, ‘ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને દાખલ કરવામાં ધ્યાન રાખજો. કારણ કે જૂનાગઢમાં ઓક્સિજનની ઘટ પડી શકે છે.’ જૂનાગઢમાં હાલ પ રેમડેસિવિરની અછત તો પડી જ રહી છે. આ સાથે જ વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લીધેલા દર્દીઓ પણ મોટી માત્રામાં કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે તેવું પણ તપાસમાં સામે આવ્યું છે.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં દરરોજ 15થી 20 લોકો જીવ ગુમાવી રહ્યાં છે

નોંધનીય છે કે, બીજી બાજુ જામનગરમાં કોરોનાએ કહેર વરસાવતા છેલ્લાં 4 દિવસથી દરરોજ 200થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. બીજી તરફ જામનગરની કોવિડ હોસ્પિટલમાં દરરોજ 15થી 20 લોકો જીવ ગુમાવી રહ્યાં છે. જામનગરની 1 હજાર બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલના મોટા ભાગના બેડ ફૂલ થઇ જતા આયુર્વેદિક હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે.

કોરોનાના પ્રથમ તબક્કામાં કોવિડ હોસ્પિટલમાં દરરોજ 3 હજાર લિટર ઓક્સિજનની જરૂરિયાત રહેતી હતી. જેની સામે હાલમાં દરરોજ 16 હજાર લિટર ઓક્સિજન વાપરવામાં આવે છે. દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલ તંત્ર દ્વારા 100 વેન્ટીલેટરોની પણ માંગ કરવામાં આવી છે.

સુરતની કિરણ હોસ્પિટલને પહોંચાડાશે 10 હજાર નંગ રેમડેસિવિર ઇન્જેક્શન

ઉલ્લેખનીય છે કે, આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજ સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે.આ રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સામાં આસામના ગુવાહાટીથી એર લિફ્ટ કરીને સુરત પહોચાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેક્ટરને 2500 રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. આમ, કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ 12 હજાર 500 રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવ્યાં છે.

કોરોના

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4500 થી વધુ કેસો

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અધધ કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4500 થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના પણ ચોંકાવનારા આંકડા આજે સામે આવ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં 4541 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 42 લોકોના મોત થયાં છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4697 એ પહોંચ્યો છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33