Last Updated on April 10, 2021 by
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે. કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે રાજ્યમાં એક પછી એક મહત્વના સ્થળો તેમજ મંદિરો બંધ થઇ રહ્યાં છે. એવામાં તાજેતરમાં જ રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કહેર વચ્ચે સોમનાથ મંદિરના દર્શન ભક્તો માટે બંધ કરાયા છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા આગામી જાહેરાત ન કરાય ત્યાં સુધી મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર બંધ રહેતા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો વળી મંદિરમાં ભગવાન સોમનાથજીની પૂજાવિધિ પણ ઓનલાઈન નોંધાવી શકાશે. આ સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં દરરોજના નોંધાય છે અધધ કેસ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અધધ કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4500 થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના પણ ચોંકાવનારા આંકડા આજે સામે આવ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં 4541 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 42 લોકોના મોત થયાં છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4697 એ પહોંચ્યો છે.
જ્યારે છેલ્લાં 24 કલાકમાં 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ અત્યાર સુધી 3,09,626 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.87 ટકાએ પહોંચ્યો છે.
કુલ એક્ટિવ કેસનો આંક પહોંચ્યો 22 હજારને પાર
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 22,692 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 187 લોકો વેન્ટિલેટર પર છે અને 22,505 લોકો સ્ટેબલ છે. 3,09,626 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4697 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 42 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3 એમ આજ રોજ નવા 42 લોકોનાં મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31