GSTV
Gujarat Government Advertisement

ઘરમાં કોઇને કોરોના થાય તો રેમડેસિવિર ઇન્જેક્શન આપતા પહેલાં આ વિચારી લેજો, જાણી લો થાય છે કેવી ગંભીર આડઅસરો

રેમડેસિવિર

Last Updated on April 10, 2021 by

દેશભરમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે. ગુજરાતમાં પણ સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. આ મહામારીથી બચવા માટે અકસીર ઉપાય ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ પણ સતત વધી રહી છે. સ્થિતિ એવી છે કે રાજ્યમાં આ ઇન્જેક્શન ખૂટી રહ્યાં છે. તેવામાં અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ આ ઇન્જેક્શનથી થતી આડઅસરો વિશે.

રેમડેસિવિર

રેમડેસિવિર ઇન્જેક્શનથી થઇ શકે છે આવી આડઅસરો

ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે. રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.

ભારતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સના માત્ર છ ઉત્પાદકો છે, જે તમામ મળીને પ્રતિદિન 3થી 4 લાખ ઇન્જેક્શન્સનું ઉત્પાદન કરે છે અને આખા દેશની માગણીને પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતને માત્ર નવ દિવસમાં 1,70,738 ઈન્જેકશન્સ મળ્યા છે. ગુજરાતમાં ઇન્જેક્શન્સની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતું આયોજન કરાયું છે અને હવે ધીમે ધીમે પરિસ્થિતિ હળવી થઇ રહી છે.

રેમડેસિવિર

માર્કેટમાં રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર રોકવા સરકારે ચાર દિવસ પહેલા અમદાવાદની ત્રણ મોટી હોસ્પિટલોમાં ઈન્જેક્શનનો જથ્થો પહોંચાડવાનો દાવો કર્યો હતો. જોકે અસારવા સિવિલ અને સોલા સિવિલમાં હજુ જથ્થો આવ્યો નથી. જેથી દર્દીના સગાએ ઊંચી કિંમતે બજારમાંથી ખરીદવા પડે છે.

ભાજપ કાર્યાલયની બહારથી ઈન્જેકશન લેવા માટે એકથી દોઢ કિલોમીટર લાંબી લાઇન

સુરતમાં રેમડેસિવિર ઈન્જેકશનની અછતના પગલે ભાજપ દ્વારા ઈન્જેકશન વિતરણ શરૂઆત કરતા જ એકથી દોઢ કિલોમીટર લાંબી લાઇન થઈ ગઈ હતી. સાથે જ કોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ના હતું. સુરતમાં ઈન્જેકશનની અછત દૂર કરવા માટે ભાજપા દ્વારા વિનામૂલ્યે 5,000 ઈન્જેકશન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયની સાથે જ આજથી ભાજપના ઉધના ખાતેના કાર્યાલય પરથી સવારે 10:30 થી વિતરણ શરૂ કરાયું હતું. જેમાં એક કોરોનાના પેશન્ટને એક ઈન્જેકશન આપવાનું નક્કી કરાયું હતું. જેમાં ડોક્ટરના પ્રિસ્કીપશન સાથે લાવવા હોય છે. તેમાં પણ 9 અને 10 એપ્રિલના ડોક્ટરના પ્રિસ્કીપશન માન્ય રાખ્યા હતા.

આજે સવારે કાર્યાલય પરથી વિતરણ શરૂ થતાં જોત જોતાંમાં રેમડેસિવિર ઈન્જેકશન લેવા લોકોની મોટી લાઇન થઈ ગઈ હતી. એકથી દોઢ કિલોમીટર લાઇનમાં લોકો તાપ તડકામાં લાઇનમાં ઊભા રહ્યા હતા. તેના પરથી જ અંદાજ આવે છે કે શહેરમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક નહિ પરંતુ બેકાબૂ બની છે. આવી પરિસ્થિતિ હોવા છતા લોકો જરા પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ના હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33