GSTV
Gujarat Government Advertisement

કોરોના સંક્રમણ વધતા લોકોની ચિંતા વધી, રાજ્યના આ જિલ્લામાં સીટી સ્કેન સેન્ટરે લાગી લાંબી કતારો

કોરોના

Last Updated on April 10, 2021 by

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. મહાનગરપાલિકાની ટેસ્ટિંગ કિટ પર અનેક જગ્યાએ ખૂટી રહી છે. આવામાં લોકો કોરોનાનું સંક્રમણ જાણવા માટે સીટી સ્કેનનો સહારો લઈ રહ્યા છે. જોકે સીટી સ્કેન સેન્ટરે પણ લોકોની લાંબી લાઈન લાગતા ત્યાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

કોરોના

સુરતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકો હવે ગભરાઇ રહ્યા છે અને થોડાં જાગૃત થઈ રહ્યા છે. તેના કારણે લોકો કોરોનાના ટેસ્ટ કરાવી રહ્યા છે. કોરોનાના ટેસ્ટ માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી જતા અનેક જગ્યાએ ટેસ્ટિંગ કિટ પણ ખૂટી પડી છે.

તબીબો આપી સીટી સ્કેનની સલાહ આપી રહ્યા છે

કોરોના સંક્રમણ કેટલું છે તે જાણવા માટે તબીબો દર્દીઓને સીટી સ્કેન કરવા માટેની સલાહ આપી રહ્યા છે. જેને કારણે હવે સુરતના સીટી સ્કેન સેન્ટર પણ હાઉસફુલ થઈ રહ્યા છે.

સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ભારે ભીડ

સુરતના સ્મીમેર અને સિવિલ હોસ્પિટલોમાં સીટી સ્કેન માટે ભારે ભીડ છે. આ ઉપરાંત શહેરના ખાનગી સીટી સ્કેન સેન્ટર પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. સ્થિતિ એવી છે કે શહેરના મોટાભાગના સીટી સ્કેન સેન્ટરમાં દર્દીઓને તપાસ કરાવવા માટે ત્રણથી ચાર કલાકનું વેટિંગ કરવો પડી રહ્યો છે.

કોરોના

આવી સ્થિતિને કારણે સીટી સ્કેન સેન્ટર બહાર મંડપ બનાવવામાં આવ્યા છે. સીટી સ્કેન કરવા માટે આવેલા સંખ્યાબંધ લોકો આ મંડપમાં પોતાની વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે.

આ પહેલા સુરતમાં ટેસ્ટિંગ કરવા અને હોસ્પિટલમાં દાખલ થવા માટે લાઈન લાગી હતી. હવે કોરોનાનું સંક્રમણ કેટલું છે તે જાણવા માટે સીટી સ્કેન સેન્ટર પર પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30