Last Updated on April 10, 2021 by
રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજે સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે. આ રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સામાં આસામ ના ગુવાહાટીથી એર લિફ્ટ કરીને સુરત પહોચાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેક્ટરને 2500 રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે.
આમ, કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ 12 હજાર 500 રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, એક બાજુ રાજ્યમાં સુરતમાં ઇન્ડજેક્શનની અછત સર્જાઇ છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિઝર્વ સિવાયનો જથ્થો નહીં હોવાના કારણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે. સિવિલ અને સ્મીમેરની સ્થિતિને અનુરૂપ ખાનગી હોસ્પિટલો માટે ઇન્જેક્શનના જથ્થાની અછત વર્તાઇ છે. જેના કારણે હાલમાં સુરતમાં ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજે સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે.
બીજી બાજુ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં પણ આજથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી ગઇ કાલે શુક્રવારના રોજ ખુદ ઝાયડસ હોસ્પિટલે જાહેરાત કરી હતી. ઝાયડસ હોસ્પિટલે આજથી ઇન્જેક્શનનું વેચાણ બંધ કર્યાની દિલગીરી સાથે જાહેરાત કરી હતી. જો કે, તેમ છતાં અનેક લોકો કેટલીય આશા સાથે ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં.
મહત્વનું છે કે ઇન્જેકશનનો જથ્થો પૂરો થતા ઝાયડસે યુદ્ધના ધોરણે આ માટે કામગીરી હાથ ધર્યાનું અગાઉ જણાવી દીધું છે. ઝાયડસ હોસ્પિટલે અગાઉથી જ લોકોને વધુ હેરાનગતિ ન થાય તે માટે આજે વેચાણ બંધ હોવાની જાહેરાત કરી હતી. તેમ છતાં સૌથી સસ્તા રેમડેસિવિર ઇન્જેકશન આપી હજારો લોકોને મદદ કરનારી ઝાયડસ હોસ્પિટલમાં આજે પણ રેમડેસિવિર ઇન્જેકશન મળી જશે તેવી આશા સાથે લોકો લાઇનમાં ઉભા હતાં.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31