Last Updated on April 10, 2021 by
અમદાવાદની સિવિલમાં અત્યારે 12 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જે પૈકી બે બાળકો અત્યારે ઓક્સિજન પર છે. આ ઉપરાંત બે નવજાત બાળકો પણ કોરોનાગ્રસ્ત થતાં તેમની સારવાર અહીં ચાલી રહી છે. તબીબોનું કહેવું છે કે ગર્ભવતી માતા જો કોરોના સંક્રમિત થાય તો તેના બાળકને પણ કોરોના થવાનું જોખમ છે. આ ઉપરાંત નવજાત બાળકો પર કોરોનાની અસર જલદી થાય છે.
સિવિલમાં અત્યારે અન્ય કોવિડ દર્દીઓ ઉપરાંત 12 બાળકો પણ કોરોનાની સારવાર હેઠળ છે. બાળરોગ નિષ્ણાત તબીબોાની દેખરેખ હેઠળ હાલ તેમને સારવાર અપાઇ રહી છે. તેમાંથી બે બાળકો નવજાત હોવાથી તેમને આગળ જતાં વધુ મુશ્કેલીઓ ન આવે અને પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે અલગથી સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. 12 બાળકો પૈકી બે બાળકોની પરિસ્થિતિ ગંભીર હોવાથી તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે.
બાળકો મોતને ભેટ્યા
જો કે કોરોનાના કારણે બાળકોના મોત થયા હોય તેવા બનાવ પણ ગત બે-ત્રણ અઠવાડિયામાં અમદાવાદમાં બન્યા છે. જેમાં અમરાઇવાડીની બે વર્ષની બાળકીનું 23મી એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું, પાંચમી એપ્રિલે ચાંદલોડિયામાં રહેતા આઠ વર્ષના બાળકનું કોરોનાથી મૃત્યુ થયું હતું, મેમનગરમાં રહેતી સાત વર્ષીય બાળકીનું ત્રણ એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું.
નાનાં બાળકો ધરાવતા પરિવારોએ સચેત રહેવું જરૃરી
કોરોનાના નવાં સ્ટ્રેઇનમાં નાનાં બાળકોમાં ઝાડા એ મુખ્ય લક્ષણ છે. ઝાડા-ઉલટી અને અશક્તિના કારણે બાળક વધુ રડે અથવા અસામાન્ય વર્તાવ કરે તેવું પણ શક્ય છે. આ ઉપરાંત બાળકને શરદી-ખાંસીની સામાન્ય અસર હોય તો પણ માતા-પિતા વધુ કાળજી લે તે જરૃરી છે. નાનાં બાળકોને મોટેભાગે પરિવારજનોમાંથી ચેપ લાગે છે. તેથી પરિવારજનો બહારથી આવે ત્યારે યોગ્ય રીતે સ્વચ્છ થઇ બાળકને અડકે તે હિતાવહ છે. જો કે બાળકોને એકથી દસ વર્ષ દરમિયાન વિવિધ રસીઓ અપાતી હોવાથી આ રસીઓ તેમને સાજા થવામાં અમુક અંશે મદદ કરે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31