GSTV
Gujarat Government Advertisement

વિદ્યાર્થીઓ તૈયાર થઇ જાઓ: ગુજરાત બોર્ડે ધોરણ 10-12 પરીક્ષાની તૈયારી શરૂ કરી, મે મહિનામાં થશે પ્રારંભ

ગુજરાત

Last Updated on April 10, 2021 by

ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધ્યા છે અને હાલ સમગ્ર દેશમાં 1 લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે હવે એક મહિના બાદ જ સેન્ટ્રલ બોર્ડની અને ગુજરાત બોર્ડની ધો.10-12ની બોર્ડ પરીક્ષા શરૃ થનાર છે. પરંતુ સીબીએસઈ દ્વારા હજુ સુધી પરીક્ષા મોકુફ કરવામા આવી નથી અને કરાશે તેવી પણ કોઈ જાહેરાત કરાઈ નથી ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાની તૈયારીઓ શરૃ કરી દેવાઈ છે. બોર્ડ દ્વારા પણ હાલના તબક્કે રાબેતા મુજબ જ પરીક્ષા લેવાશે તેવુ આયોજન છે.

ગુજરાત

વાલીઓમાં ચિંતા ફેલાઈ

સીબીએસઈની ધો.10-12ની બોર્ડ પરીક્ષા સમગ્ર દેશમાં 4મેથી શરૃ થનાર છે. પરંતુ વધતા કોરોના સંક્રમણ વચ્ચે પરીક્ષાઓ લેવાશે કે કેમ તેને લઈને હાલ સ્કૂલો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. પરંતુ હજુ સુધી સીબીએઈસી દ્વારા પરીક્ષાઓ મોકુફ કરવાનો કે પાછી ઠેલવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. આ અંગે કેન્દ્ર સરકારે પણ કોઈ જાહેરાત કરી નથી.

આ અંગે સીબીએસઈના સેક્રેટરીનું કહેવુ છે કે બોર્ડની પરીક્ષાઓ મોકુફ કરવા અંગે હાલના તબક્કે કોઈ નિર્ણય લેવાયો નથી અને હાલના આયોજન મુજબ રાબેતા મુજબ થશે. આગળ સ્થિતિ મુજબ નિર્ણય લેવાશે તો જાહેર કરવામા આવશે.

18 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

મહત્વનું છે કે સીબીએસઈ દ્વારા પરીક્ષા મોકુફ કરવામા આવી ન હોવાથી ગુજરાત બોર્ડે પણ પરીક્ષાની તૈયારી શરૃ કરી છે. ગુજરાત બોર્ડની ધો.10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા 10મેથી શરૃ થનાર છે અને ધો.10-12 સાયન્સ અને 12 સા.પ્ર.ના 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે કોરોના વચ્ચે પરીક્ષાને લઈને હાલ ભારે અસમંજસતા વ્યાપી છે.

ગુજરાત

પરીક્ષા પાછી ઠેલવવા વાલી મંડળે કરી માંગ

વાલી મંડળે પરીક્ષા પાછી ઠેલવા પણ માંગ કરી છે. પરંતુ સરકારનું હાલ પરીક્ષા મોકુફ કરવાનું કોઈ આયોજન ન હોઈ કોઈ જાહેરાત કરવામા આવી નથી. આમ તો હજુ પરીક્ષાને એક મહિનો બાકી છે અને બોર્ડ પરીક્ષા પહેલેથી માર્ચને બદલે મેમાં લેવાતા બે મહિના મોડી થઈ રહી છે, ત્યારે હવે જો વધુ પરીક્ષાઓ પાછી ઠેલાય તો પરિણામો મોડા થવા સાથે પ્રવેશ પ્રક્રિયાને ખૂબ જ મોટી અસર થાય તેમ છે.

હાલ તો સરકારે મોકુફ કરવાની સૂચના ન આપતા અને સીબીએસઈએ પણ મોકુફ ન કરતા બોર્ડ દ્વારા 10મીથી જ પરીક્ષા લેવા માટે તૈયારીઓ શરૃ કરી દેવાઈ છે. બોર્ડ પરીક્ષા માટે બ્લોક-કેન્દ્રો ગોઠવવાથી માંડી હોલ ટીકિટો તૈયાર કરવાની અને પ્રશ્નપત્રોના પેકેજિંગથી લઈને સ્ટિકર સહિતના અનેક દસ્તાવેજો તૈયાર કરી મોકલવા સહિતની ખૂબ જ મોટી કામગીરી બોર્ડ કરવાની હોવાથી હાલ તમામ તૈયારીઓ શરૃ કરી દેવાઈ છે. પરંતુ જો એપ્રિલ અંતસુધી કોરોનાની સ્થિતી ન સુધરે અને કેસો આમ જ વધતા રહેશે તો બોર્ડ પરીક્ષા મોકુફ થઈ શકે છે. અન્ય વિકલ્પ રૃપે માત્ર 12 સાયન્સની જ પરીક્ષા મેમાં લેવાય તેવી પણ સંભાવના છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33