GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ ઓક્સિજન લેવલ આટલાથી નીચે જાય તે પછી જ રેમડેસિવિરનો ઉપયોગ કરો, શરીરના આ અંગોને થાય છે નુકસાન

રેમડેસિવિર

Last Updated on April 10, 2021 by

કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓએ રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ જેવા ઇન્જેક્શનનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઇન્જેક્શનનો જરૂર વિના ઉપયોગ કરવાથી દર્દીઓની કીડની અને લીવરને નુકસાન થાય છે. જે દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણો હોય અને ઓક્સિજનનું લેવલ 94થી ઉપર હોય તેવા કિસ્સાઓમાં તેમણે હોસ્પિટલમાં એડમિટ થવાની પણ જરૂરી નથી. આ સંજોગોમાં ઇન્જેક્શન લઈ લેવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. તેમણે ઘરે રહીને માત્ર આરામ કરવો જોઈએ.

માત્ર આરામ કરીને તેઓ સાજાં થઈ શકે છે. કોરોનાના વાયરસને ઓક્સિજન આપવાની ફરજ પડે અને ચેપ ગંભીર બની ગયો હોય તેવા કિસ્સામાં જ દર્દીઓને રેમડેસિવિર આપવામાં આવે છે. જોકે આ રેમડેસિવિર જીવનરક્ષક દવા નથી એમ ફેંફસાના રોગના નિષ્ણાત અતુલ પટેલે આજે ગાંધીનગરમા સરકારી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

જરૂર વિના રેમડેસિવિર-ટોસિલીઝુમેબનો ઉપયોગ નુકસાનકારક

તેમણે કહ્યું હતું કે કોરોનાનો વાયરસથી ચેપ લાગવા કરતાંય વધુ તો ફેંફસા, કીડની, લીવર અને આંતરડાં જેવા આંતરિક અવયવો પર સોજા લાવે છે. ડેક્ઝામિથેસોન (સ્ટીરોઈડ) આપવાથી દર્દીને સોજાની તકલીફ ઓછી ન થાય ત્યારે દર્દીને ટોસિલીઝુમેબનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ બંને દવાથી દર્દીમાં વહેલી રિકવરી આવતી જોવા મળે છે.

કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતો દર્દી દર આઠ કલાકે પેરાસિટામોલ લઈને તથા ઓક્સિજન લેવલ ચેક કરતાં રહીને ઘરમાં આરામ કરીને સાજો થઈ શકે છે, એમ જણાવતા ફેફસારના રોગના તજજ્ઞા તુષાર પટેલે જણાવ્યું હતું કે કોરોનાના દર્દીએ તેના શરીરના ટેમ્પરેચરનું સતત મોનિટરિંગ કરવું જોઈેએ. ઓક્સિજનનું લેવલ 95થી નીચે જાય તે પછી જ ચિંતા કરવી જોઈએ. ઘરે આરામ કરતાં દર્દીને શ્વાસ ચઢે, ઓક્સિજન લેવલ 90થી 94ની રેન્જ જેટલું નીચે ઉતરી જાય અને થોડુંક બોલતા પણ હાંફ ચઢી જાય તો તેવા દર્દીઓએ જ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું જોઈે.

કોરોનાની મુખ્ય સારવાર ઓક્સિજન જ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે દર્દીને ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં મળી રહેતો હોય તો કોઈ તકલીફ ઊભી થતી નથી. હોમ આઈસોલેશનમાં ઉલટા સૂઈ જવાથી દર્દીને ખાસ્સો ફાયદો થાય છે. દર્દી યોગ અને પ્રાણાયામ કરીને કોરોનાની અસર હેઠળ ફેંફસાની ઘટતી કાર્યક્ષમતા સામે રક્ષણ મેળવી શકાય છે.

રેમડેસિવિર

રેમડેસિવિરનો બિનજરૂરી ઉપયોગથી કિડની ને લિવરને ડેમેજ થવાનો ખતરો : હળવો કોરોના ધરાવતા દર્દી ઇન્જેક્શન ન લે

આ વખતે બાળકો અને યુવાનોમાં કોરોનાના વધુ લક્ષણ જોવા મળ્યા હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે પહેલા વેવમાં બાળકોમાં કોરોનાના સિમ્પટોમ જોવા મળ્યા નહોતા. આ વખતે બાળકોમાં પણ કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યાછે. બાળકોને ઝાડા થાય, પેટમાં દુ:ખાવો થાય કે તાવ અને સામાન્ય ઠંડી લાગવા જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.

કોરોનાના 80 ટકા દર્દીઓને સારવારની કોઈ જ જરૂર ન પડતી હોવાનું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું. નિયમિત પેરાસિટાામોલ લઈને અને પુષ્કળ પાણી પીઈને પણ કોરોનાની બીમારીને માત આપી શકાય છે.

ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કીડની કે પછી હૃદયની બીમારી ધરાવતા માત્ર પાંચ ટકા દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશ આપી આઈસીસીયુમાં સારવાર આપવાની ફરજ પડે છે. આ સંજોગોમાં કોરોનાનો ચેપ લાગતા ગભરાઈને હોસ્પિટલ દોડી જવાની જરૂર નથી. તેમને માટે હોમ આઈસોલેશનનો વિકલ્પ સારો છે.

પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટયૂટના નિયાામક અને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય દિલીપ માવળંકરે કહ્યું હતું કે કોરોના સામેની લડતમાં લોકો વેન્ટિલેશનને ભૂલી રહ્યા છે તે ઉચિત નથી. કોરોનાના સંક્રમણથી બચવા માટે ઘરમાં વેન્ટિલેશન અત્યંત જરૂરી છે. ડાયાબિટોલોજિસ્ટ વી.એન. શાહે કહ્યું હતું કે સેકન્ડ વેવમાં કોરોનાનો ચેપ લાગ્યા હોય તેવી વ્યક્તિના ઘરના અન્ય સભ્યોને તે ચેપ ઘણો જ ઝડપથી લાગી જાય છે.

રેમડેસિવિર

કોરોનાની રસીથી બ્લડક્લોટિંગ થવાને મુદ્દે તપાસ કરવા સમિતિ

કોરોનાની રસી મૂકાવ્યા પછીય માનવ શરીરમાં હળવા બ્લડ ક્લોટિંગ (લોહીના ગઠ્ઠા) થવાની સમસ્યાને મુદ્દે તપાસ કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. જોકે આ સમસ્યા બહુ જ ઓછી વ્યક્તિઓને નડી હોવાથી અત્યારેને તબક્કે વેક્સિન બંધ કરવાની કોઈ જ સવાલ ઊભો ન થતો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.

ડૉ. વી.એનસ શાહે કહ્યું હતું કે કોરોનાની રસી અંગે ફેલાયેલી ગેરમાન્યતા દૂર કરવી જરૂરી છે. દેશમાં રસીના કરોડો ડોઝ અપાયા પછી માત્ર 0.001 ટકા લોકોને તેની નકારાત્મક અસરનો ભોગ બનવું પડયું છે. જોકે ગુજરાતના આરોગ્ય સચિવને આ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે નિષ્ણાતની સમિતિનો અહેવાલ આવ્યા પછી જ કંઈ વાત કરી શકાશે.

કોરોનાના સેકન્ડ વેવમાં ટ્રીટમેન્ટ આપવા માટેના નક્કી કરવામાં આવેલા પ્રોટોકોલ મુજબ સારવાર આપવાનું અને રસી આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. કાર્ડિયોલોજિસ્ટ તેજસ પટેલે જણાવ્યું હતું કે દરેક નાગરિકે ગભરાયા વિના કોરોનાની વેક્સિન લઈ લેવી જોઈએ.કોમોર્બિડીટી હોય અને દર્દી સ્ટેબલ હોય તો તેમણે પણ કોરોનાાની રસી લઈ લેવી જોઈએ.વેક્સિન લેવાથી વાયરલ લોડથી બચી શકાશે અને મૃત્યુથી બચી શકાશે. કોરોના તો રસી લીધા પછીય થઈ શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33