GSTV
Gujarat Government Advertisement

દર્દીઓની હાલાંકી / આજથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી જાહેરાત બાદ પણ અમદાવાદની ઝાયડસ ખાતે લોકોની લાંબી લાઇન

Last Updated on April 10, 2021 by

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આજથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી ગઇ કાલે શુક્રવારના રોજ ખુદ ઝાયડસ હોસ્પિટલે જાહેરાત કરી હતી. તેમ છતાં આજે અનેક લોકો લાઇનમાં ઊભા રહેલા નજરે જોવા મળ્યાં હતાં. ઝાયડસ હોસ્પિટલે આજથી ઇન્જેક્શનનું વેચાણ બંધ કર્યાની દિલગીરી સાથે જાહેરાત કરી હતી. તેમ છતાં અનેક લોકો આશા સાથે ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. મહત્વનું છે કે ઇન્જેકશનનો જથ્થો પૂરો થતા ઝાયડસે યુદ્ધના ધોરણે આ માટે કામગીરી હાથ ધર્યાનું અગાઉ જણાવી દીધું છે.

remdesivir injection

ઝાયડસ હોસ્પિટલે અગાઉથી જ લોકોને વધુ હેરાનગતિ ન થાય તે માટે આજે વેચાણ બંધ હોવાની જાહેરાત કરી હતી. તેમ છતાં સૌથી સસ્તા રેમડેસિવિર ઇન્જેકશન આપી હજારો લોકોને મદદ કરનારી ઝાયડસ હોસ્પિટલમાં આજે પણ રેમડેસિવિર ઇન્જેકશન મળી જશે તેવી આશા સાથે લોકો લાઇનમાં ઉભા હતાં.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝાયડસ હોસ્પિટલ દ્વારા તારીખ 5 એપ્રિલથી 12 એપ્રિલ સુધી રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે આજથી ઝાયડ્સ હોસ્પિટલ ખાતેથી ઇન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે.

This image has an empty alt attribute; its file name is surat-remdesivir.jpg

અત્રે મહત્વનું છે કે, રાજ્યમાં રાજકોટ બાદ સુરતમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ભારે હાલાંકી વધી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિઝર્વ સિવાયનો જથ્થો નહીં હોવાના કારણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે. સિવિલ અને સ્મીમેરની સ્થિતિને અનુરૂપ ખાનગી હોસ્પિટલો માટે ઇન્જેક્શનના જથ્થાની અછત વર્તાઇ છે. જેના કારણે હાલમાં સુરતમાં ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33