Last Updated on April 10, 2021 by
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એક મહિના માટે મોકૂફ રહે તેવી સંભાવના છે. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટર અને અન્ય સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાના કેસ અને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર મુદ્દે ચર્ચા કરાઇ હતી. આ બેઠક બાદ હવે રાજ્ય ચૂંટણી પંચ બે દિવસમાં ચૂંટણી પાછી ઠેલવા અંગે જાહેરાત કરશે.
ખાસ કરીને કોરોનાના કેસ વધતા ચૂંટણીમાં જોતરાયેલા અધિકારી અને કર્મચારીઓમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ચૂંટણીની કામગીરીમાં સંક્રમિત થવાનો અધિકારીઓમાં ડર છે. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી મોકૂફ રાખવા પત્ર લખીને રજૂઆત કરી હતી. આ પહેલાં કોંગ્રેસ અને આપ પાર્ટીએ પણ ચૂંટણી મોકૂફ રાખવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર મહાનગર પાલિકાની 18મી એપ્રિલે યોજનારી ચૂંટણી મૌકૂફ રાખવાની વિનંતી કરતો પત્ર રાજ્યના ચૂંટણી આયોગને લખ્યો છે. તેઓએ પત્ર દ્વારા કોરોનાના સેકન્ડ વેવમાં કોરોનાનો ચેપ બહુ જ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી આ વિનંતી કરવામાં આવી છે. ચૂંટણી હોવાથી વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં પ્રચાર માટે ઉમટશે તેવી સંભાવવાને ધ્યાનમાં લઈને કોરોના સંક્રમણ અટકાવવા આ પત્ર લખવામાં આવ્યો છે.
ચૂંટણી યોજાય તો ચૂંટણીની કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને અધિકારીઓએ જોડાવું પડે તેમ છે. જેથી કોરોના સંક્રમણ વધવાની સંભાવના વધારે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ચૂંટણી આયોગ વિશાળ જનહિતમાં ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લે તેવી વિનંતી તેમણે કરી છે. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કોરોના બેકાબુ બની ગયો હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ પત્ર લખવાની ફરજ પડી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીને અવગણીને ચૂંટણીમાં વિજય મેળવવાના અભરખા પૂરા કરવા માટે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. બીજી તરફ ગુજરાતમાં 11મીથી 17મી સુધીનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાના અહેવાલો પણ વોટ્સઅપના માધ્યમથી વહેતા કરી દેવામાં આવ્યા હતાં. જો કે, તે અહેવાલ સાચા નથી. તેથી લૉકડાઉન આવી જશે તેવો ભય રાખવાની જરૂર નથી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31