Last Updated on April 10, 2021 by
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાની લપેટમાં આવ્યા છે. મોહન ભાગવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
RSSના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપવામાં આવી
राष्ट्रीय स्वयंसेवक संघ के परमपूजनीय सरसंघचालक डॉ. मोहनजी भागवत आज दोपहर कोरोना पॉज़ीटिव हुये है। अभी उन्हें कोरोना के सामान्य लक्षण हैं तथा वे सामान्य जाँच और सावधानी के नाते नागपुर के किंग्ज़वे अस्पताल में भर्ती हुए हैं।
— RSS (@RSSorg) April 9, 2021
આરએસએસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપવામાં આવી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે, ડોક્ટર મોહન ભાગવતનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ડોક્ટર ભાગવતનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર ભાગવતના કોરોના ટેસ્ટનો રિપોર્ટ શુક્રવારે બપોરે પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડોક્ટર ભાગવતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાગવતને કોરોનાના સામાન્ય લક્ષણો
આરએસએસના અહેવાલ પ્રમાણે ડોક્ટર ભાગવતને કોરોનાના સામાન્ય લક્ષણો છે. તેમને સામાન્ય તપાસ અને સાવધાની રાખવા નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને સંઘ પ્રમુખ ડોક્ટર ભાગવત જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી કામના કરી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31