GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ/ અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંઘાયા, મોતનો આંકડો પણ છે ડરાવનારો

કોરોના

Last Updated on April 10, 2021 by

અમદાવાદ શહેરમાં શુક્રવારે કોરોના બ્લાસ્ટ થતા એક જ દિવસમાં કોરોનાના વિક્રમજનક નવા 1296 કેસ નોંધાયા છે.ઉપરાંત 12 લોકોનાં મોત થતાં ઘેર-ઘેર કોરોનાના કેસ જેવી સિૃથતિનું નિર્માણ થવા પામ્યું છે.જે પ્રમાણે અમદાવાદમાં પરિસ્થિતિ સંક્રમણને લઈને વકરી રહી છે એને લઈને હવે શહેરીજનોમાં પણ તંત્ર દ્વારા કોરોનાના સાચા આંકડા જાહેર કરવામાં આવતા ન હોવાની ચર્ચા વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે.

અમદાવાદ શહેરમાં ગુરૂવારે 951 કેસ નોંધાયા બાદ 24 કલાકમાં જ કેસની સંખ્યા વધીને 1296 થઈ ગઈ છે.આ આંકડા જ દર્શાવે છે કે,દિવસે દિવસે અમદાવાદમાં કોરોના સંક્રમણ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યુ છે.અમદાવાદ શહેરમાં એકિટવ કેસની સંખ્યા વધીને 3421 ઉપર પહોંચી ગઈ છે.

કોરોના

અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કુલ કેસ 75,570 ઉપર પહોંચી ગયા

અમદાવાદ શહેરમાં એક સમયે ફેબુ્રઆરી મહિનામાં કોરોનાના કેસ ઘટીને 45 ઉપર પહોંચી ગયા હતા.21 ફેબ્રુઆરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાયા બાદ શહેરમાં સતત કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે.શુક્રવારે નવા 1296 કેસ નોંધાયા છે.

આ સાથે અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કુલ કેસ 75,570 ઉપર પહોંચી ગયા છે.શહેરમાં શુક્રવારે કોરોનાની સારવાર લઈ રહેલા બાર લોકોના મોત થતાં અત્યારસુધીમાં શહેરમાં કોરોના સંક્રમિત થવાથી કુલ 2353 લોકોના મોત થયા છે.શુક્રવારે 485 લોકો સાજા થઈને ઘરે પરત ફરતા અત્યાર સુધીમાં કુલ 68997 લોકો કોરોના મુકત થયા છે.

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી વ્યાપક મુકિત હવે જેમ જેમ કોરોનાના કેસ વધી રહ્યા છે એમ એમ લોકોને પણ પરિસિૃથતિની ગંભીરતા સમજાતી જાય છે.શહેરની મોટાભાગની તમામ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે.આ પરિસિૃથતિમાં તંત્ર પણ વધતા સંક્રમણને નાથવામાં હવે હાંફી ગયુ હોય એમ દેખાઈ રહ્યું છે.

અમદાવાદ શહેરના નદીપાર આવેલા વિસ્તારોમાં સંક્રમણની પરિસિૃથતિ એટલી ભયાવહ બનતી જઈ રહી છે કે,આખાને આખા પરિવારના લોકો કોરોના સંક્રમિત થતા હોવાનું બહાર આવી રહ્યું છે.આ પરિસિૃથતિમાં લોકો પણ પોતાના પરીવારમાં સંક્રમિત થયેેલાઓને કયાં અને કઈ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા એને લઈને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ તરફ દોટ મુકી રહ્યા છે.

કોરોના

રેમડેસિવિર ઈન્જેકશન માટે હજુ પણ લાઈનો યથાવત

શહેરમાં કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઈન્જેકશન માટે પુરતી વ્યવસૃથા કરવામાં આવી હોવાના તંત્રના દાવા છતાં સતત ચોથા દિવસે પણ શહેરની જુદી-જુદી હોસ્પિટલો બહાર રેમડેસિવિર ઈન્જેકશન લેવા માટે લોકો સવારથી લાઈનમાં ઉભા રહેલા નજરે પડયા હતા.

કોરોના રિપોર્ટની વિશ્વસનીયતા ઉપર પણ સવાલ

શહરના ચાંદખેડામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરનારને કોરોના ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવતા મોટેરા ગામના બુથ ઉપર ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેમણે ચાંદખેડા બુથ ઉપર શુક્રવારે ફરી ટેસ્ટ કરાવતા તેમનો રીપોર્ટ નેગેટિવ આવતા તંત્ર તરફથી કરવામાં આવતા ટેસ્ટની વિશ્વસનીયતા ઉપર પણ સવાલ કરવામાં આવી રહ્યા છે.

ચૂંટણીમાં લોકોના ટોળા ભેગા કર્યા હવે કોર્પોરેટરો કોરોના પોઝિટિવ

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે પ્રચાર માટે લોકોના ટોળા એકઠા કરી માસ્ક પહેર્યા વગર ફરતા અને હવે મ્યુનિસિપલ કોર્પોરેટર બનેલા એક પછી એક કોર્પોરેટરો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે.શાહપુરના મહિલા કોર્પોરેટર પોઝિટિવ થયા બાદ શુક્રવારે સરદારનગર વોર્ડના કોર્પોરેટર સુરેશ દાનાણી અને ચંદ્રપ્રકાશ ખાનચંદાણી કોરોના પોઝિટિવ થયા છે.આ અગાઉ પંદરથી વધુ કોર્પોરેટર કોરોના પોઝિટિવ થયા છે.

સૌરાષ્ટ્ર

વીસથી વધુ ફાયર સ્ટાફ કોરોનાની ઝપેટમાં

છેલ્લા એક વર્ષથી અમદાવાદ શહેરના દરેક વિસ્તારને સેનિટાઈઝ કરી શહેરીજનોને કોરોના સંક્રમણથી બચાવવા માટે દિવસ-રાત અંગારકોલ ઉપરાંતની કામગીરી કરનારા અમદાવાદ ફાયર વિભાગ ઉપર આ વર્ષે કોરોનાની ગાજ ઉતરી આવી છે.

જેમાં ચીફ ફાયર ઓફિસર ઉપરાંત છથી વધુ અિધકારીઓ ઉપરાંત કુલ વીસનો ફાયર સ્ટાફ કોરોના પોઝિટિવ થતા ફાયર વિભાગમાં ફરજ બજાવતા સ્ટાફમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.કેટલાકના તો પરીવારજનો પણ પોઝિટિવ થયા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમદાવાદમાં એમ્બ્યુલન્સ અને શબવાહિની માટે બે કલાકથી વધુનું વેઈટિંગ

અમદાવાદમાં કોરોનાના વધતા કેસની વચ્ચે બીજી ભયાવહ સિૃથતિ એ જોવા મળી રહી છે કે,શહેરમાં સરકારી એમબ્યુલન્સ અને શબવાહિની મેળવવા માટે બે કલાકથી પણ વધુના સમય સુધીનું વેઈટીંગ ચાલી રહ્યુ હોવાનો અનુભવ લોકો કરી રહ્યા છે.

અમદાવાદમાં સરકારી એમબ્યુલન્સની સાથે ખાનગી એમબ્યુલન્સ મેળવવા પણ હવે લોકોને ફાંફા પડી રહ્યા છે.તંત્ર જેમ કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝીગ્નેટેડ જાહેર કરે છે એ પ્રમાણે ખાનગી એમબ્યુલન્સ અને શબવાહિની પણ તંત્ર તરફથી હાયર થવી જોઈએ એવી કોરોનાકાળની મહામારીમાં લોકો દ્વારા માંગ કરાઈ રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33