GSTV
Gujarat Government Advertisement

કેટલાય જીવને ભરખી ગયો કોરોના / રસી લીધા બાદ કુલ 700ને આડઅસર, મોતનો આંકડો ભયાનક

Last Updated on April 10, 2021 by

દેશભરમાં કોરોનાની રસી લીધા બાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનો આંકડો 180 સુધી પહોંચી ગયો છે. આ આંકડા 31મી માર્ચ સુધીના છે. જ્યારે 75 ટકા મોત રસી લીધાના માત્ર ત્રણ દિવસમાં જ થયા છે. જોકે તંત્રનું કહેવું છે કે રસીને અને માર્યા ગયેલા લોકોને કોઈ જ લેવાદેવા નથી.

રસી લેવાને કારણે કોઇનું મોત નિપજ્યું હોય તેવો કોઇ જ કેસ સામે નથી આવ્યો. નેશનલ એઇએફઆઇકમિટી સમક્ષ 31મી માર્ચ સુધી રજુ કરાયેલા આંકડા મુજબ કોરોનાની રસી લીધા બાદ 31મી માર્ચ સુધીમાં દેશભરમાં 180 લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ રસી લીધા બાદ તેની આડ અસર થઇ રહી હોય તેવા આશરે 700 કેસ અત્યાર સુધીમાં નોંધાઇ ચુક્યા છે.

આ આડ અસર કેવી કેવી અને કેમ થઇ રહી છે તેની વિગતો મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. હાલ કોરોનાની બે રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન આપવામાં આવી રહી છે. જેને પગલે આ બન્ને રસીની જે પણ આડ અસર સામે આવી રહી છે તેને રિવ્યૂ કરવામાં આવી રહી છે. આ આડ અસર ગંભીર અને સામાન્ય જોવા મળી છે. જેમાં તાવ આવી જવો વગેરે સામાન્ય છે.

કોરોના

જોકેે જે પણ લોકોના મોત નિપજ્યા તે રસીને કારણે જ થયા છે તેનંુ કોઇ ચોક્કસ પરીણામ સામે નથી આવ્યું. જે પણ લોકોના મોત નિપજ્યા છે તેમાંથી 51 ટકા એટલે કે 124 લોકોના મોત થવા પાછળનું એક કારણ હ્ય્યદયને મળતુ લોહી ઘટી જવું વગેરે છે. સાથે કેટલાકને હાર્ટ એટેક પણ આવ્યા છે. જ્યારે 11 મોત સ્ટ્રોકને કારણે થયા છે.

read also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33