GSTV
Gujarat Government Advertisement

વેક્સિન પોલિટિક્સ/ મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી પછી હવે આ રાજ્યએ કર્યો વેક્સિનની અછતનો દાવો

વેક્સિન

Last Updated on April 10, 2021 by

વેક્સિન મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે શાબ્દિક સંઘર્ષ શરૃ થયો છે. ભાજપના નેતાઓએ વેક્સિનની અછત ન હોવાનો દાવો કર્યો હતો. તો બીજી તરફ વિપક્ષ શાસિત રાજ્યોમાં વેક્સિનની અછત સર્જાઈ હોવાનો વળતો દાવો થયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ પછી હવે રાજસ્થાને પણ વેક્સિનની અછત હોવાનું કહ્યું હતું.

વેક્સિન

અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વેક્સિનની અછત સર્જાઈ ગઈ હોવાનું કહ્યું

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વેક્સિનની અછત સર્જાઈ ગઈ હોવાનું કહ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજસ્થાનમાં માત્ર બે જ દિવસ ચાલે એટલો રસીનો જથ્થો બચ્યો છે. જો તુરંત બીજા ૩૦ લાખ ડોઝ નહીં મળે તો રાજ્યના વેક્સિનેશન મિશનને અસર પહોંચશે. અશોક ગેહલોતે કહ્યું હતું કે રાજસ્થાનમાં દરરોજ પાંચ લાખ લોકોને વેક્સિન આપવાનું આયોજન હાથ ધરાયું છે અને અત્યાર સુધીમાં ૮૬,૮૯,૭૭૦ ડોઝ અપાઈ ચૂક્યા છે, પરંતુ હવે વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી આયોજન અટકાવી દેવું પડયું છે.

અગાઉ મહારાષ્ટ્રે પણ વેક્સિનની અછત હોવાનો દાવો કર્યો હતો. પંજાબના મુખ્યમંત્રીએ પણ પંજાબને પૂરતી વેક્સિન ન મળતી હોવાની ફરિયાદ કરી હતી. એ પહેલાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વેક્સિનની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકારની વેક્સિનના નિકાસની પોલિસી અંગે સવાલો ઉઠાવ્યા હતા. આપના નેતાએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં સરકાર ૮૪ દેશોમાં ૬.૫ કરોડ વેક્સિનના ડોઝ નિકાસ કરી ચૂકી છે. ભારતમાં બધા જ લોકોને રસી મળી જાય પછી સરકારે વિદેશમાં રસી મોકલવી જોઈએ. ભાજપે વળતો જવાબ આપીને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ખોટો ભય ફેલાવે છે.

વેક્સિનની નિકાસ બંધ કરીને બધા જ ભારતીયોનું તુરંત રસીકરણ કરાવો : રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો

આ બધી જ દલીલો વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતમાં બધા જ લોકોને વેક્સિન આપવાની માગણી કરી હતી. અત્યારે ૪૫ વર્ષની ઉપરની વયના લોકોને જ વેક્સિન અપાઈ રહી છે, તેના બદલે બધા જ નાગરિકોનું વેક્સિનેશન થાય એવી માગણી પૂર્વ કોંગ્રેસ પ્રમુખે કરી હતી. રાહુલ ગાંધીએ પણ પત્રમાં વેક્સિનના નિકાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તાત્કાલિક વેક્સિનની નિકાસ બંધ કરે એ યોગ્ય રહેશે અને અત્યારે દેશના નાગરિકોને વેક્સિનની વધારે જરૃર છે ત્યારે દેશમાં વેક્સિનેશનનું મિશન આગળ વધારવું જોઈએ.

વેક્સિનની છત-અછતના દાવા-પ્રતિદાવા વચ્ચે નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓએ વેક્સિનના વેડફાટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નેશનલ હેલ્થ ઓથોરિટી સીઈઓ ડૉ. રામ સેવક શર્માએ કહ્યું હતું કે કોરોનાની રસીનો બગાડ થઈ રહ્યો છે તે બાબતે સરકાર ચિંતિત છે. જોકે, ભારતની વેક્સિન ઉત્પાદનની ક્ષમતા સારી હોવાથી આગામી દિવસોમાં વેક્સિનેશનના મિશનને પહોંચી વળાશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33