Last Updated on April 10, 2021 by
દુનિયાભરમાં કોરોના મહામારી કાબૂ બહાર જઇ રહી હોવાને કારણે તુર્કી અને પોલેન્ડમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો થાઇલેન્ડમાં પણ કોરોનાના કેસોની સંખ્યાને કાબૂમાં લેવા માટે સરકાર સંઘર્ષ કરી રહી છે. પાકિસ્તાનમાં આંતરિક મુસાફરી પર પણ બંધી મુકવામાં આવી છે.વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રવક્તા ડો. માર્ગારેટ હેરિસે જણાવ્યું હતું કે દુનિયાભરામાં છેલ્લા છ સપ્તાહથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હવેે ત્રણ સપ્તાહથી તો મરણાંક પણ વધી રહ્યો છે.
રસીના 70 કરોડ ડોઝ અપાયા, જેમાંથી 87 ટકા ડોઝ ધનિક દેશોમાં
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જનરલ ટેડરોસ એન્ધાનોમ ઘેબ્રેયેસસે કોરોના રસીકરણ મામલે પ્રવર્તતા અસંતુલનને આઘાતજનક ગણાવતા જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોનાની રસીના કુલ 70 કરોડથી વધુ ડોઝ અપાયા છે, જેમાંથી 87 ટકા ડોઝ ધનિક દેશોમાં અપાયા છે.સમૃદ્ધ દેશોમાં દર ચાર માણસમાંથી એક માણસને કોરોનાની રસીનો એક ડોઝ મળી ચૂક્યો છે તેની સામે ઓછી આવક ધરાવતાં દેશોમાં દર 500 જણે એક જણને જ કોરોનાની રસી મળી છે.
તુર્કીશ ઇન્ટેન્સિવ કેર એસોશિએશનના વડા ઇસ્માઇલ સિનેલે જણાવ્યું હતું કે આઇસીયુ હજી ભરચક થયા નથી પણ દરરોજ કેસની સંખ્યા અને મરણાંક વધી રહ્યો છે. ઈરાનમાં 257 શહેરોમાં દસ દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પણ એક શહેરમાંથી બીજા શહેરમાં જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
થાઇલેન્ડમાં પણ નવા વર્ષની સોંગકર્ણ રજાઓમાં લાખો લોકો પ્રવાસ કરતાં હોવાથી સરકારે નવા નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. જાપાનમાં પણ સરકારે ઓલિમ્પિક પૂર્વે આકરાં નિયંત્રણો લાદવાની જાહેરાત કરી હતી. માત્ર જ્યાં રસીકરણ મોટાપાયે થયું છે તે દેશો ઇઝરાયલ, યુએસ અને યુકેમાં સ્થિતિ કાબૂ હેઠળ છે પણ નવા કેસોની સંખ્યામાં તો વધારો જોવા મળ્યો જ છે.યુરોપમાં જર્મની અને પોલેન્ડમાં રસીકરણને વેગ આપવા માટે ડોક્ટરો તેમાં મોટાપાયે જોડાઇ રહ્યા છે. આમ છતાં જર્મનીમાં આઇસીયુમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.
યુકેમાં 30 વર્ષથી ઓછી વયના લોકોને વૈકલ્પિક રસી આપવાની ઓફર
વિશ્વઆરોગ્ય સંસ્થાએ એક નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે રસી અને લોહી ગંઠાઇ જવા વચ્ચે કોઇ સીધી કડી હોવાનું સ્થાપિત થઇ શક્યું નથી. આ સપ્તાહના આરંભે યુરોપિયન અને યુકેના મેડિસિન રેગ્યુલેટર્સે એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી અને લોહી ગંઠાઇ જવાના કેસો વચ્ચે કડી હોવાની શક્યતા છે તેમ જણાવી યુકેમાં 30 વર્ષથી ઓછી વયના લોકોને વૈકલ્પિક રસી આપવાની ઓફર આપવામાં આવી હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં કોરોનાની રસીની માગ વધવાને કારણે રસીનો પુરવઠો ઘટવા છતાં કોવાક્સ કાર્યક્રમ હેઠળ તમામ સભ્ય રાષ્ટ્રોને આ વર્ષના પ્રથમ છ મહિનામાં કોરોનાની રસીની ડિલિવરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. કોરોનાની રસીની ઇન્ટરનેશનલ ડિલિવરી કરવામાં આવી તે પછી 100 જેટલા દેશોમાં કોરોનાની રસી પહોંચાડવામાં આવી છે.
અત્યાર સુધીમાં છ ખંડોમાં પથરાયેલાં દેશોમાં ત્રણ રસી ઉત્પાદકો એસ્ટ્રાઝેનેકા, ફાઇઝર-બાયોએનટેક અને સેરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ 38 મિલિયન કરતાં વધારે કોરોના રસીના ડોઝ પુરાં પાડયા છે.
જે 100 દેશોને કોરોના રસી પહોંચતી કરવામાં આવી છે તેમાંથી 61 દેશો ઓછી આવક ધરાવતાં દેશો છે જેમને ગાવી દ્વારા ખરીદવામાં આવેલી રસી પુરી પાડવામાં આવી છે. દરમ્યાન જાપાનમાં કોરોનાના સાજા થયેલા દર્દીમાં ફેફસાંનું પ્રત્યારોપણ કર્યું છે. ક્યોટોની હોસ્પિટલમાં 30 ડોકટરોએ 11 કલાક ઓપરેશન કરી આ સિદ્ધિ મેળવી હતી.
કોરોનાના નિયમોનો ભંગ કરનાર નોર્વેના વડાંપ્રધાનને 1.75 લાખ રૂપિયાનો દંડ
નોર્વેના વડાપ્રધાન એર્ના સોલબર્ગે કોરોનાના નિયમોનો ભંગ કરી તેમના 60મી વર્ષગાંઠની પાર્ટી કરતાં તેમને 20,000 ક્રોનર્સ (રૂ.1.75 લાખ )નો દંડ કરવામાં આવ્યો હતો. વડાંપ્રધાન સોલબર્ગે ફેબુ્રઆરીમાં સ્કી રિસોર્ટમાં યોજાયેલી પાર્ટીમાં નિયમોનો ભંગ થયો હોવાનું સ્વીકાર્યું હતું. પડોશી દેશ સ્વિડનના વડાપ્રધાન સ્ટેફાન લોફવેન પણ માસ્ક પહેર્યા વિના શોપિંગ કરતાં તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31