Last Updated on April 9, 2021 by
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે આજ રોજ ફરી નોંધાયેલા નવા કેસનો આંક 4500 ને પાર પહોંચી ગયો છે જ્યારે વધુ 42 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સરકાર દ્વારા 20 શહેરોમાં નાઇટ કરફ્યુ તો આપવામાં આવેલ છે. પરંતુ બીજી બાજુ હવે શહેરો બાદ ગામડાંઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. ત્યારે કેટલાંક ગામડાંઓમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.
એવામાં તાજેતરમાં જ વલસાડ જિલ્લામાં એપ્રિલ માસના તમામ રવિવારે સ્વૈચ્છિક બંધ પાળવામાં આવશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે. રવિવારે હોટલોમાં રાત્રે 10.30 કલાક સુધી માત્ર પાર્સલ સુવિધા જ મળી રહેશે. ઔદ્યોગિક એકમોએ શટડાઉનના દિવસે અચુક બંધ પાળવાનું રહેશે. જો કે સતત ઉત્પાદન કરતા એકમો માટે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. સોમવારથી શનિવાર દરમિયાન રાત્રે 8:30થી સવારના 7:30 સુધી કોરોના કરફ્યુ રહેશે.
નવા ફળિયા ગામમાં અને બારડોલીમાં પણ લોકડાઉન
નોંધનીય છે કે, બીજી બાજુ તાપી જિલ્લામાં પણ વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં સતર્કતા જોવા મળી છે. વાલોડ તાલુકાનું નવા ફળિયા ગામ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરાયો છે. ગામમાં આવતા સગા સંબંધી, ફેરિયાઓ સહિત આજુબાજુના ગામના લોકોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. તો બારડોલીમાં પણ કોરોના બેકાબૂ બનતા સમગ્ર નગરને શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શનિ-રવિ બે દિવસ સમગ્ર બારડોલીમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ દરમ્યાન ફક્ત મેડિકલની દુકાનો જ ખુલ્લી રહેશે.
આજ રોજ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં વધુ 42 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અધધ કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4500 થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના પણ ચોંકાવનારા આંકડા આજે સામે આવ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં 4541 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 42 લોકોના મોત થયાં છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4697 એ પહોંચ્યો છે.
જ્યારે આજ રોજ છેલ્લાં 24 કલાકમાં 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ અત્યાર સુધી 3,09,626 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.87 ટકાએ પહોંચ્યો છે.
એક્ટિવ કેસનો આંક 22 હજારને પાર
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 22,692 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 187 લોકો વેન્ટિલેટર પર છે અને 22,505 લોકો સ્ટેબલ છે. 3,09,626 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4697 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 42 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3 એમ આજ રોજ નવા 42 લોકોનાં મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31