Last Updated on April 10, 2021 by
રાજ્યમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણના વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ લોકો સંક્રમિતના થાય તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા જન હિત અભિગમથી ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. સીએમ રૂપાણીએ ચૂંટણી પંચને લખેલા પત્રમાં રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખી જણાવ્યું છે કે આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે. એટલુજ નહિ ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ પર કાર્યરત રહેતા હોય છે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે.
સીએમ વિજય રૂપાણીએ પત્ર રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતોનો વિચાર કરી ગાંધીનગર મહાનગપાલિકાની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં મોકૂફ રાખે તેવી વિનંતી કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31