GSTV
Gujarat Government Advertisement

બનાસકાંઠામાં વધતું કોરોના સંક્રમણ, કેસોની સામે સર્જાઈ રહી છે બેડની અછત / તંત્ર-જનતામાં ગંભીરતાનો અભાવ

Last Updated on April 10, 2021 by

બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ વધતા કેસોની સામે તંત્ર અને લોકોમાં જે ગંભીરતા હોવી જોઇએ તે જોવા મળતી નથી. હાલ બનાસકાંઠામાં 325 એક્ટિવ કેસ છે. જેની સામે જિલ્લાની કોવિડની મુખ્ય સરકારી હોસ્પિટલ એક જ છે. તો અન્ય ખાનગી હોસ્પિટલોમાં કુલ 360 બેડની સુવિધા છે. પરંતુ જે રીતે કેસો વધી રહ્યા છે તેની સામે બેડની અછત સર્જાઇ શકે છે.

બીજી તરફ પાલનપુરમાં લોકો બેફામ રીતે બજારોમાં ફરી રહ્યા છે. સિમલા ગેટથી બારડપુરા વિસ્તારની બજારોમાં લોકો જાણે કોરોનાનું અસ્તિત્વ જ ન હોય તે રીતે ફરી રહ્યા છે. સિમલાગેટ બજારમાં પોલીસ ચોકી આવેલી હોવા છતાં પણ લોકોમાં કોઈ પણ પ્રકારનો ભય નથી. સામે તંત્ર પણ બેદરકારી દાખવી લોકો સામે કોઇ કાર્યવાહી કરી રહ્યું નથી.

આરોગ્ય વિભાગ પોતાની અણઆવડત અને બેદરકારીને છૂપાવવા કોરોનાના સાચા આંકડા ન આપતું હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે. કલેક્ટરે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત અમલ કરાવવાનો આદેશ કર્યો છે. સાથે જ નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33