Last Updated on April 9, 2021 by
આજકાલ આધાર કાર્ડ બધે ખૂબ જ જરૂરી થઇ ગયું છે. બેંકો સાથે જોડાયેલું કામ હોય અથવા તો બીજું કોઇ પણ સરકારી કામ તમામ જગ્યાએ આધાર કાર્ડની જરૂરિયાત પડશે. આ સાથે જ આધાર તમારા મોબાઇલ નંબર સાથે જોડાયેલો હોય છે. આજ કાલ લોકો અનેક મોબાઇલ નંબરોનો ઉપયોગ કરે છે, એટલાં માટે એ બાબતનો ખ્યાલ હોવો જરૂરી છે શું તમારો મોબાઇલ નંબર તમારા આધાર સાથે રજિસ્ટર્ડ છે. જો ક્યારેક તમે તમારો મોબાઇલ નંબર ભૂલી જાઓ છો તો તેનાથી તમારે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. એવામાં એ જાણવું ખાસ જરૂરી છે કે, એના વિશે કેવી રીતે માલૂમ કરી શકાય કે, આધાર સાથે કયો મોબાઇલ નંબર જોડાયેલો છે. એ જાણવું કંઇ ખાસ મુશ્કેલ નથી. ત્યારે આજે અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે જો તમે તમારા આધાર સાથે જોડાયેલો મોબાઇલ નંબર ભૂલી ગયા છો તો તેના વિશે કેવી રીતે ખ્યાલ મેળવી શકાય.
અપનાવો આ પ્રોસેસ
સૌ પહેલાં તમારે UIDAI ની ઓફિશીયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવાનું રહેશે. આ વેબસાઇટના ડેશબોર્ડ પર અનેક કેટેગરી પણ મળશે. અહીં My Aadhar કેટેગરીમાં જવા પર તમને Aadhar Services નો ઓપ્શન પણ જોવા મળશે. આ ઓપ્શનને ક્લિક કર્યા બાદ Verify Email/Mobile Number ની એક નવી વિન્ડો ખુલશે. આ વિન્ડોમાં તમારો આધાર નંબર અને તેના નીચેના બોક્સમાં મોબાઇલ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યાર બાદ કેપ્ચા નાખ્યા બાદ તમારે ઓટીપી જનરેટ કરવાનો રહેશે. ઓટીપી જનરેટ થતા જ એક મેસેજ લખેલો આવશે. જો તમારો નંબર પહેલેથી જ રજિસ્ટર્ડ છે તો વેબસાઇટ પર એવો મેસેજ આવશે કે – ‘The Mobile you have entered already verified with our records.’ આનો અર્થ એ થયો કે, તમારો મોબાઇલ નંબર પહેલેથી જ આધાર સાથે રજિસ્ટર્ડ છે.
શું તમારો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ નથી
જો મોબાઇલ નંબર પહેલેથી જ રજિસ્ટર્ડ નથી તો એવો મેસેજ દેખાશે કે, ‘The Mobile number you entered does not match with our records.’ એનાથી તમને એ ખ્યાલ આવી જશે કે, કદાચ તમે કોઇ અન્ય મોબાઇલ નંબર આધાર સાથે લિંક કરાવીને રાખ્યો છે. મોબાઇલ નંબરની જેમ જ રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડીને પણ ચેક કરવા માટે આ આઇડિયા અપનાવવાનો રહેશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31