Last Updated on April 9, 2021 by
દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ વધતો જઇ રહ્યો છે અને અનેક રાજ્યોમાં સંક્રમણ રોકવા માટે નાઇટ કરફ્યુ લગાવી દેવાયો છે. ત્યાર બાદ લોકોને લોકડાઉનનો ડર સતાવવા લાગ્યો છે અને એવામાં દેશના અનેક શહેરોમાં રહેનારા પ્રવાસી મજૂરોએ ઘરવાપસી શરૂ કરી દીધી છે. દેશમાં બગડતી કોવિડ સ્થિતિ વચ્ચે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનો પર મોટી સંખ્યામાં મજૂરો જઇ રહ્યાં છે.
મુંબઇમાં કોવિડ-19ના વધતા જતા કેસો અને સંક્રમણ રોકવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોની વચ્ચે ગુરૂવારના રોજ ઉત્તર પ્રદેશ જઇ રહેલ ટ્રેન પ્રવાસી મજૂરોથી ખીચોખીચ ભરેલી જોવા મળી, જેની તસવીરો પણ સામે આવી છે.
મુંબઇમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો બાદ લોકોમાં હવે લોકડાઉન (Lockdown) નો ડર સતાવવા લાગ્યો છે, ત્યારે એવામાં પ્રવાસી મજૂરો કોઇ પણ હાલમાં પોતાના ઘરે પરત જવા ઇચ્છે છે. મુંબઇમાં રેલ્વે સ્ટેશન પર ખૂબ ભીડ જમા થઇ રહી છે.
ટ્રેન દ્વારા મુસાફરી કરી રહેલા મજૂરોનું કહેવું છે કે, મુંબઇમાં કોવિડ-19ના કેસો સતત વધી રહ્યાં છે અને હોઇ શકે છે કે અહીં લોકડાઉન લગાવી દેવામાં આવે. એટલાં માટે શહેર છોડીને લોકો જઇ રહ્યાં છે. કારણ કે એક વાર ફરી તેઓ લોકડાઉનમાં ફસાવા નથી માંગતા.
કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે મુંબઇમાં લોકમાન્ય તિલક ટર્મિનસથી ઉત્તર પ્રદેશના ગોરખપુર જઇ રહેલી ટ્રેનમાં પ્રવાસી મજૂરોથી ખીચોખીચ ભરેલી જોવા મળી. મુંબઇની જેમ જ દિલ્હીમાં પણ પ્રવાસી મજૂરોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુરૂવારના રોડ દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી. પ્રવાસી મજૂરો પોતાના ઘરે પરત જવા માટે એકજૂથ થવા લાગ્યાં છે.
બિહારના એક મજૂરે જણાવી પોતાની આપવીતિ
એક ખાનગી ન્યુઝ એજન્સીને બિહારના એક મજૂરે જણાવ્યું કે, ‘ગઇ વખતે લોકડાઉન દરમ્યાન અમે અહીં ફસાઇ ગયા હતાં. ત્યારે બીજી વાર પણ આવી હાલત થવા જઇ રહી છે. જેથી હાલમાં ઘરે પરત ફરવામાં જ મજા છે.’
ગયા વર્ષે લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે દિલ્હી અને મુંબઇ જેવાં મોટા શહેરોમાં હજારો પ્રવાસી મજૂરો ફસાઇ ગયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પદયાત્રા કરીને જ પોતાના ઘરે જવાનો રસ્તો અપનાવ્યો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31