GSTV
Gujarat Government Advertisement

ગાર્ડનિંગ ટીપ્સ / માટીનો રંગ તથા ભીનાશથી ખબર પડશે કે છોડને કેટલા પાણીની જરૂર છે, જાણો પાણી પિવડાવવાની યોગ્ય રીત

Last Updated on April 9, 2021 by

ઘરના બગીચામાં છોડ લગાવ્યા બાદ એની દેખરેખ રાખવી સૌથી અઘરું કામ છે. સૂર્યપ્રકાશ તથા ખાતરની સાથે સાથે છોડને પાણીની પણ જરૂર હોય છે. કેટલું પાણી આપવું, કેવી રીતે આપવું અને ક્યારે આપવું એ તમામ માહિતી અમે તમને આપી રહ્યા છીએ.

માટી પરથી કેટલું પાણી જોઈએ તે ખ્યાલ આવશે

છોડને કેટલા પાણીની જરૂર છે એ માટીને જોઈને ખબર પડી જાય. જો ઉપરથી માટી સૂકી હોય, પરંતુ અંદરથી ભીનાશવાળી હોઈ શકે છે. જો આ સૂકી હોય તો પાણીની જરૂર પડે છે. માટીનો રંગ જોઈને પણ ખબર પડી શકે છે. જો પાંદડાં વધુપડતાં ખરતાં હોય કે પીળાં કે ભૂરાં પડી ગયાં હોય તો પાણીની જરૂર છે.

સીઝન પર ધ્યાન આપો

છોડને કેટલું પાણી જરૂરી છે એ સીઝન પર આધાર રાખે છે. ગરમીમાં વધુ તડકો હોવાને કારણે છોડ સુકાઈ જાય છે. જો છોડ પર સીધો સૂર્યપ્રકાશ પડતો હોય તો રોજ પાણી આપો.

પાણી આપવાનો સમય

કુંડામાં સવાર તથા સાંજે પાણી નાખવું જોઈએ. સવાર તથા સાંજે કૂમળો તડકો હોય છે, આથી પાણી છોડના મૂળ સુધી પહોંચી જાય છે. બપોરના સમયે પાણી નાખશો તો સૂર્યપ્રકાશના સીધાં કિરણો પાણી શોષી લેશે અને છોડને પૂરતું પાણી મળશે નહીં.

પાણી નાખવાની રીત

છોડ કોઈપણ હોય, પાણી હંમેશાં ટીપે ટીપે અથવા સ્પ્રેની મદદથી નાખવું. જો પાણીની સીધી ધાર કરવામાં આવશે તો છોડને નુકસાન થઈ શકે છે. તમે કુંડાની નીચે એક વાસણ મૂકી શકો છો. જ્યારે છોડને પાણી પિવડાવશો ત્યારે પાણી નીચેના વાસણમાં જશે અને એનાથી છોડના મૂળમાં ભીનાશ રહેશે. આ ટેક્નિકને સેલ્ફ વૉટરિંગ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

હેલ્થ ટીપ્સ / શું તમે જાણો છો ચૂરમાના લાડુ પર ભભરાવવામાં આવતી ખસખસના ફાયદા? જાણશો તો રહી જશો દંગ