Last Updated on April 10, 2021 by
દેશમાં કોરોનાના કેસમાં આવેલા ભયંકર ઉછાળા બાદ સરકાર હરકતમાં આવી ગઈ છે. દિલ્હીથી લઈને મુંબઈ, લખનૌથી લઈને ભોપાલ સુધી વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. દેશના આશરે એકાદ ડઝન રાજ્યોએ પોતાના ત્યાં નાઈટ કર્ફ્યુ, વીકેન્ડ લોકડાઉન સહિતના પ્રતિબંધો લાગુ કર્યા છે. આ સંજોગોમાં લોકડાઉનનું જોખમ વધી રહેલું જણાતા ફરીથી પ્રવાસી મજૂરોનું પલાયન શરૂ થઈ ગયું છે. દિલ્હી અને પુણે બાદ હવે મુંબઈથી પણ પ્રવાસી મજૂરોએ પલાયન શરૂ કરી દીધું છે.
ગત વર્ષની સ્થિતિ ભૂલ્યા નથી
મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતના મજૂરોની ભારે ભીડ જામી છે. અચાનક લોકડાઉન લાગુ થશે તો ગઈ સાલ જેવી સ્થિતિ નિર્માણ પામશે તે ડરથી સૌ કોઈ પોતાના ઘરે જવા ઈચ્છે છે. પાછલો અનુભવ જણાવતા મજૂરોએ કહ્યું કે, ગત વર્ષે લોકડાઉન દરમિયાન તેઓ વધારે પૈસા ખર્ચીને ટ્રકો દ્વારા પોતાના ઘરે પહોંચ્યા હતા.
રેલવે સ્ટેશન પર મજૂરોની ભીડ વધવાના કારણે પ્રશાસન પણ એક્ટિવ થઈ ગયું છે. વારંવાર એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે અને જાણકારી આપવામાં આવી રહી છે જેથી મજૂરોમાં કોઈ પ્રકારનો ભ્રમ કે ભય ન ફેલાય. અનેક રાજ્યોમાં વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ થઈ રહ્યા હોવાથી લોકો સ્થિતિ બેકાબૂ થશે તો લોકડાઉન આવશે તેમ માની રહ્યા છે. જો કે, વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠક દરમિયાન હજુ સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી અને ટેસ્ટિંગ પર જોર આપવાની જરૂર છે તેમ કહ્યું હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31